હરિયાણા પરિણામો બાદ મહારાષ્ટ્રમાં ભાજપનો વધ્યો જોશ

October 09, 2024

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ મહારાષ્ટ્ર ભાજપના નિરાશ ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જા પૂરી પાડી છે. આનાથી તેમનો ઉત્સાહ વધી ગયો છે. પરંતુ કોંગ્રેસ એવું માનતી નથી કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેની કોઈ અસર થશે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, હરિયાણાના પરિણામોએ લોકસભા ચૂંટણીમાં હારની નિરાશા સાથે સંઘર્ષ કરી રહેલા રાજ્ય ભાજપના કાર્યકરોનું મનોબળ વધાર્યું છે.

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જે પરિણામો હરિયાણામાં આવ્યા છે, તે જ સ્થિતિ નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં જોવા મળશે. ફડણવીસે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું નથી. પાર્ટી માત્ર 9 લોકસભા બેઠકો જીતવામાં સફળ રહી, પરંતુ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત નેતાઓ અને કાર્યકરો માટે આત્મવિશ્વાસ વધારનારી સાબિત થશે.