અમદાવાદના નિકોલમાં ભાજપના ધારાસભ્ય-કોર્પોરેટરને રોષે ભરાયેલા સ્થાનિકોએ ઘેર્યા
August 11, 2025

અમદાવાદ : અમદાવાદના નિકોલમાં સ્થાનિકોએ દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલનો ઘેરાવ કર્યો હતો. તે ચાર કોર્પોરટેરો સાથે લોકોની સમસ્યા સાંભળવા નીકળ્યા હતા. આ દરમિયાન સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના કામો ન થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને લઈને નિકોલના કોર્પોરેટર બલદેવ પટેલ ઉગ્ર થતાં મામલો ગરમાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો બળદેવ પટેલ, દિપક પંચાલ, ઉષા રોહિત, વિલાસ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારો સ્થાનિકોની સમસ્યા જાણવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન નિકોલના અમર જવાન સર્કલ પાસે સ્થાનિક લોકોએ રોડ-રસ્તા, ગટર ઉભરાવવાની સમસ્યા, પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા,
વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલો પૂછ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટરો ફોન ના ઉપડતાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. જેને કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર થઈ ગયા હતા અને ઉગ્ર ભાષામાં લોકો સાથે વાત કરી હતી. જોકે, આ ઘટના બાદ લોકોને મળ્યા વિના ભાજપના નેતાઓ ફોટો પડાવીને નીકળી ગયા હતા.
Related Articles
ગુજરાતમાં મેઘમહેર: 134 તાલુકા તરબોળ, કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ
ગુજરાતમાં મેઘમહેર: 134 તાલુકા તરબોળ, કપર...
Sep 06, 2025
મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ લાપતા
મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં...
Sep 05, 2025
માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હુમલો, તોડફોડ કરી સાળા-બનેવીને માર્યા
માથાભારે તત્વો દ્વારા વડોદરામાં વધુ એક હ...
Sep 05, 2025
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ અને 28 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 5 જિલ્લા...
Sep 04, 2025
ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક: એકસાથે 500થી વધુ લોકો આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો
ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક: એકસાથે 50...
Sep 03, 2025
Trending NEWS

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

04 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025