બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, કહ્યું : પીએમ મોદીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું

May 12, 2025

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના બદલામાં કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર ચલાવ્યુ. આતંકીઓનો ખાત્મો બોલાવ્યો. આ મામલે બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું. તેમણે સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર સફળ રહ્યુ છે. સેનાએ તેને સફળ બનાવ્યુ છે. ભારતીય સેનાએ પોતાના અદમ્ય સાહસનો પરિચય આપ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને ખબર હતી કે ભારત છોડશે નહી. ભારતે સિંધુ જળ સમજૂતી કરાર રદ્દ કર્યો. દુનિયામાં પાકિસ્તાન આખુ અલગ પડી ગયુ. મોટા મોટા ઇસ્લામિક દેશોએ ભારતનું સમર્થન કર્યું, અસંભવ કામને મોદી સરકારે સંભવ કરી બતાવ્યું. ભારતીય સેનાની બહાદુરી દુનિયાએ જોઇ. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઘણુ નુકસાન વેઠવુ પડશે. સેનાએ આતંકીઓને ઠાર કરી દીધા. 9 આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કર્યા. પાકિસ્તાન પર ઘણા પ્રતિબંધો લગાવ્યા.