ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી

October 27, 2025

પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે ભારતીય જનતા પાર્ટીએ ચાર બળવાખોર નેતાઓને 6 વર્ષ માટે બહારનો રસ્તો બતાવી દીધો છે. આ નેતાઓ ગઠબંધનના ઉમેદવારોની વિરુદ્ધ વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કરવા બદલ પાર્ટીના પગલાનો ભોગ બન્યા છે.

જે ચાર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે, તેમાં બહાદુરગંજથી વિધાનસભા ચૂંટણી લડનારા વરુણ સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગોપાલગંજથી ચૂંટણી લડી રહેલા અનૂપ કુમાર શ્રીવાસ્તવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાજપે કહલગાંવથી ચૂંટણી લડનારા ધારાસભ્ય પવન યાદવને પણ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પવન યાદવ પર પાર્ટીના નિર્ણયનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. બડહરાથી ચૂંટણી લડનારા સૂર્ય ભાન સિંહને પણ પાર્ટીમાંથી 6 વર્ષ માટે બહાર કરી દેવામાં આવ્યા છે.