Breaking News :
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા

અમેરિકાની કોલેજમાં ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 1 વિદ્યાર્થીનું મોત, 6 ઈજાગ્રસ્ત

April 28, 2025

અમેરિકાના ઉત્તરી કૈરોલિના સ્થિત કોલેજમાં એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. તો બીજી તરફ અન્ય 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઘટના બાદ કોલેજમાં ખળભળાટ મચી ગયો હતો અને કોલેજો થોડા દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.  આ ઘટના એલિઝાબેથ સિટીની યુનિવર્સિટીની છે. અહીં યાર્ડ ફેસ્ટ દરમિયાન અચાનક ગોળીબારી શરૂ થઇ. આ ઘટના બાદ યૂનિવર્સિટીમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ કેસની તપાસ કરી રહી છે.  જોકે નૉર્થ કૈરોલિના યૂનિવર્સિટીના પરિસરમાં યાર્ડ ફેસ્ટ ચાલી રહ્યો હતો. બ્લેક યૂનિવર્સિટીમાં આયોજિત આ ફેસ્ટ અઠવાડિયા સુધી ચાલે છે. જોકે ફેસ્ટના અંતિમ દિવસે અહીં ગોળીબારીની ઘટના જોવા મળી હતી. આ ગોળીબારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.  મૃતક યૂનિવર્સિટીના વિદ્યાર્થી ન હતો. હજુ સુધી તેની ઓળખ જાહેર થઇ નથી. પોલીસે મૃતકના પરિવારને જાણ કરી છે. ગોળીબારીથી 3 વિદ્યાર્થી સહિત 4 લોકો પણ ઘાયલ થયા છે. આ દરમિયાન નાસભાગમાં 2 અન્ય વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે. ઘટનાના થોડા સમય બાદ યૂનિવર્સિટીએ લોકડાઉન હટાવીને પરિસરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને મુખ્ય પરિસર હજુ બંધ છે. વર્જીનિયાથી 80 કિલોમીટર દૂર સ્થિત આવેલી આ યુનિવર્સિટીમાં 2,300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.