બોર્ડર પાસેથી પાકિસ્તાની નાગરિકની ધરપકડ, BSFએ ઝડપ્યો

May 21, 2025

પહલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયુ. પરિણામે ભારતમાંથી પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવા માટેનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું. હાલ બોર્ડર પર આ સ્થિતિને લઇને મામલો ઘણો જ ગંભીર છે. બોર્ડર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેવામાં ભારત પાકિસ્તાન બોર્ડર નજીક અમૃતસરની સરહદી પોસ્ટ પરથી એક પાકિસ્તાનીને બીએસએફએ ઝડપી પાડ્યો છે.

ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક પાકિસ્તાની ઘુસણખોર પકડાયો છે. લાહોરનો રહેવાસી આ પાકિસ્તાની નાગરિક ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે BSFએ તેને પકડી લીધો.ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા અમૃતસરના શાહપુર બોર્ડર આઉટપોસ્ટ પરથી BSF એ એક પાકિસ્તાનીની ધરપકડ કરી હતી. 

લાહોરના આ 65 વર્ષીય વ્યક્તિની ભારતીય સરહદ નજીક ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં કેટલાક પૈસા સિવાય, આ પાકિસ્તાની નાગરિક પાસેથી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. હાલમાં આ પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કરવામાં આવી રહી છે.