Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

દેશના 10 રાજ્યોમાં આજે પેટાચૂંટણી, 31 વિધાનસભા બેઠકનો સમાવેશ

November 13, 2024

દેશના 10 રાજ્યોમાં આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કેરળની વાયનાડની લોકસભા સીટ તેમજ વિવિધ રાજ્યોની 31 વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. આમાંથી કેટલીક બેઠકો લોકસભાની ચૂંટણીમાં ધારાસભ્યો જીત્યા બાદ ખાલી પડી હતી,

કેટલીક બેઠકો પર ધારાસભ્યોના મૃત્યુ થયા હતા. આજે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં વાયનાડ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાંથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. 32 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને ભાજપ અને કોંગ્રેસ માટે મોટી લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે.

રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ, મધ્યપ્રદેશની બે અને છત્તીસગઢ, ગુજરાત, કેરળ અને મેઘાલયની એક-એક બેઠક પર આજે પેટાચૂંટણી યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.