'10 બેઠક પણ નહીં જીતી શકે...' સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષ, દિગ્ગજની ચેતવણી

October 20, 2025

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીના વિવાદ વચ્ચે હવે કોંગ્રેસની અંદર પણ ટિકિટ વહેંચણીને લઈને તણાવ ખુલીને બહાર આવી રહ્યો છે. પક્ષના ઘણા વરિષ્ઠ નેતાઓએ જાહેરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ક્રિષ્ના અલ્લવરુ અને પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ પર 'પૈસાના બદલે ટિકિટ' આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના રિસર્ચ સેલના અધ્યક્ષ અને પ્રવક્તા રહી ચૂકેલા આનંદ માધવને તો ત્યાં સુધી કહ્યું કે, બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડિજિટ (10 બેઠકો) સુધી પણ નહીં પહોંચી શકે.

ટિકિટથી વંચિત રહેલા નેતાઓએ એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, કોંગ્રેસમાં જે કંઈ થઈ રહ્યું છે, તેનું પરિણામ પાર્ટીએ જ ભોગવવું પડશે. કોંગ્રેસના પ્રવક્તા આનંદ માધવને તેમના રિસર્ચ સેલના પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ગજાનંદ શાહી, છત્રપતિ યાદવ, નાગેન્દ્ર પ્રસાદ, રંજન સિંહ, બચ્ચુ પ્રસાદ, રાજકુમાર રાજન અને બંટી ચૌધરી સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા.