ગાજરનો હલવો

November 21, 2022

સામગ્રી
1 કિલો છીણેલું ગાજર
1/2 લીટર ફૂલ ક્રીમ મિલ્ક
400 ગ્રામ ખાંડ
સુધારેલા મિક્સ ડ્રાયફ્રૂટ્સ
1 ટી સ્પૂન એલચી પાવડર
3 ટેબલ સ્પૂન ઘી

બનાવવાની રીત
સૌ પહેલા તો છીણેલા ગાજરને કૂકરમાં 1 ગ્લાસ દૂધ ઉમેરીને 2 સીટી લઈ લો. સીટી વાગે પછી કૂકરને ઠંડું થવા દો. અન્ય તરફ એક કઢાઈ લો અને મીડિયમ ફ્લેમ પર તેને ગરમ કરો. તેમાં ઘી ઉમેરો અને પછી કૂકર ખોલીને તેમાંનું ગાજર તેમાં મિક્સ કરો. તેને સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે જરૂર લાગે તો તેમાં વધુ દૂધ મિક્સ કરો. જ્યારે દૂધ સૂકાઈ જાય તો તેમાં ખાંડ મિક્સ કરો. તેનું પાણી બળવા દો. હવે એલચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી લો. માવા વિના જ મસ્ત અને ફટાફટ રીતે તમારો હલવો તૈયાર થઈ જશે. તમે તેને ગરમાગરમ પીરસી શકો છો.