ફ્રૂટસ અને મધની મદદથી ઘરે નિખારો સ્કીન, જલ્દી મળશે પરફેક્ટ સ્કીન

March 06, 2024

બદલાતી સીઝનમાં તમારે તમારી સ્કીનનું ધ્યાન રાખવાનું જરૂરી બને છે. આ સાથે સીઝનમાં સ્કીનની કેયર કરવાનું જરૂરી છે. જો તમે આ સમયે માર્કેટના સ્કીન પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો તે મોંઘા પડે છે અને સાથે તમારી સ્કીનને પણ લાંબાગાળે નુકસાન કરે છે. તો જાણો સ્કીન કેરમાં શું કરવું અને કેવી રીતે કરવું. આ માટે તમે કેટલાક ફ્રૂટ્સની મદદથી તમારી સ્કીનને માટે ઘરે જ નેચરલ ફેસ માસ્ક બનાવી શકો છો. તે તમારી સ્કીનને ઝડપથી નિખારશે.

સ્ટ્રોબેરી,કોકો પાવડર અને મધ
તેને બનાવવા માટે તમે સ્ટ્રોબેરી, મધ અને કોકો પાવડર લો. સ્ટ્રોબેરી સ્કીનને બ્રાઈટ કરશે અને સોજા ઓછા કરવામાં મદદ કરશે. મધ સ્કીનને સોફ્ટ કરશે અને કોકો પાવડર સ્કીનને ચમક આપશે. એક બાઉલમાં સ્ટ્રોબેરીને ક્રશ કરીને લો અને તેમાં મધ અને કોકો પાવડર મિક્સ કરો. ફરીથી સ્કીન પર 15-20 મિનિટ માટે લગાવો. પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. સારા પરિણામ માટે માસ્કને અઠવાડિયામાં 2 વાર લગાવી શકાય છે.

કેળા, હળદર અને મધ
આ માસ્ક સ્કીનને સોફ્ટ બનાવશે. ડ્રાય સ્કીનના લોકો આ માસ્કનો ઉપયોગ કરી શકે છે. કેળામાં વિટામિન એ,બી અને ઈ હોય છે. જે સ્કીનને હાઈડ્રેટ કરવાનું અને સોફ્ટ કરવાનું કામ કરે છે. હળદર સ્કીનના ઈરિટેશનને ઘટાડે છે અને મધ મોઈશ્ચરાઈઝ કરવા માટે ફાયદારૂપ છે. માસ્કને બનાવવા કેળાને સારી રીતે મેશ કરો અને તેમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી મધ મિક્સ કરો. આ તમામને સારી રીતે 15-20 મિનિટ માટે ફેસ પર એપ્લાય કરો અને પછી પાણીથી ફેસ વોશ કરી લો.

નારંગી,દહીં, હળદર અને મધ
ફેસ માસ્ક બનાવવા તમે નારંગી અને મધની સાથે થોડું દહીં અને હળદર લો. નારંગીનું વિટામિન સી ફેસના ઓઈલને ઘટાડવાનું કામ કરે છે. તે સ્કીન માટે લાભદાયી રહેશે. માસ્ક બનાવવા માટે હાફ ટેબલસ્પૂન નારંગીનો જ્યૂસ, 1/4 ટેબલ સ્પૂન મધ અને આ જ પ્રમાણમાં હળદર અને દહીં મિક્સ કરો. તમામ ચીજોને સારી રીતે હલાવો અને 15-20 મિનિટ લગાવીને રાખો. આ પછી તમારો ફેસ વોશ કરી લો.