લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યોર નેઇલ પેઇન્ટ અપનાવો
August 10, 2024
એવું કહેવાય છે કે પગ આપણી સુંદરતાનો આયનો છે. તેથી ચહેરાની સાથે પગની કેર કરવી પણ જરૂરી છે. નિયમિત રીતે પેડીક્યોર કરાવવું પૂરતું નથી. તમને લેટેસ્ટ પેડીક્યોર ટ્રેન્ડ અંગે ખબર હોવી જોઇએ. સમયની સાથે નખને સજાવવાનો ટ્રેન્ડ પણ બદલાઇ ગયો છે. એક સમયે પગની શોભા વધારવા ફક્ત ડાર્ક કલર જ લગાવવામાં આવતો હતો. હવે પગના નખને લક્ઝરી લુક આપવા બોલ્ડ રેડ કલરની સાથે પેસ્ટલ કલર્સ પણ ટ્રેન્ડમાં છે.
સોફ્ટ પીચ
સોફ્ટ પીચ કલર પેડીક્યોરમાં સૌથી વધારે પોપ્યુલર કલર્સ બની ગયો છે. એમાં ઓરેન્જની સાથે ન્યૂડ પિંક અને પીચ શેડ્સ સૌથી વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ કલર તમારા પગને અલગ લુક આપે છે. જો તમારા પગનો કલર ફેર હોય તો તમારે પીચ પિંક શેડનું નેઇલ પેઇન્ટ પગના નખ પર લગાવવું જોઇએ. તમારા પગની સ્કિનનો શેડ મીડિયમ ડાર્ક હોય તો ઓરેંજ પીચ શેડ પસંદ કરવો જોઇએ.
કોબાલ્ટ બ્લૂ
તમારા પગ ઉપરથી કોઇની નજર ન હટે એવું તમે ઇચ્છતા હોવ તો કોબાલ્ટ બ્લૂ કલરના નેઇલ પેઇન્ટનો જરૂર ટ્રાય કરો. આ પોપ્યુલર સમર કલર તમારા પગને સ્ટેટમેન્ટ અને પોપ લુક આપશે. ખાસ વાત એ છે કે આ દરેક સ્કિન ટોન પર સારો લાગે છે.
બેબી બ્લૂ
બેબી બ્લૂ કલર સૌથી ટ્રેડિંગ કલર્સમાંનો એક છે. દુનિયાભરમાં થયેલા ફેશન શોઝમાં પણ આ કલરને આગવી ઓળખ મળી છે. આ કલર દરેક સીઝનમાં લગાવી તમારા પગની સુંદરતા વધારી શકો છો. જો તમે બેબી બ્લૂ કલરના આઉટફિટ પહેર્યાં હોય, તો સેમ કલરનો નેઇલ શેડ ન લગાવો.
ફ્રેન્ચ રિપ પેડીક્યોર
જો કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છો છો તો તમે ફ્રેન્ચ રિપ પેડીક્યોર સ્ટાઇલને અપનાવી શકો છો. નેચરલ બેસ પર બનેલ આ ફ્રેન્ચ રિપ સ્ટાઇલ તમારા પગને અલગ લુક આપશે. મોડર્ન ટ્વીટની સાથે આ પેડીક્યોર સ્ટાઇલ તમને અન્ય કરતાં અલગ દેખાડવા માટે પરફેક્ટ છે.
એનિમલ પ્રિન્ટ
દાયકાઓ જૂની એનિમલ પ્રિન્ટ ફરી એક વખત લોકોની ફેવરેટ બની ગઇ છે અને અત્યારે ટ્રેન્ડમાં છે. આ પેટર્નને નેઇલ પેઇન્ટ પગના નખ ઉપર લગાવીને અલગ લુક મેળવી શકો છો. અત્યારે લેપર્ડ અને ઝિબ્રા પ્રિન્ટ હોટ ફેવરિટ છે. બ્લેક, વ્હાઇટ અને સિલ્વર શેડ્સથી તમે તમારી પસંદ અનુસાર નખને સુંદર બનાવી શકો છો.
Related Articles
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ્તો?
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ...
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુક લાગશે સ્ટાઇલિશ
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુ...
Aug 10, 2024
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ દોષથી મળે મુક્તિ
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ...
Aug 07, 2024
ફેશનમાં અપડેટ રહેવા વોર્ડરોબમાં આ જીન્સને કરો સામેલ
ફેશનમાં અપડેટ રહેવા વોર્ડરોબમાં આ જીન્સન...
Jul 30, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Nov 12, 2024