વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ દોષથી મળે મુક્તિ

August 07, 2024

શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની યોગ્ય રીતે પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તોનો અવિરત પ્રવાહ રહે છે. આ વર્ષે નાગપંચમીનો તહેવાર 9 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાની સાથે દૂધ અર્પણ કરવાની પરંપરા છે. આ મંદિરે નાગ પંચમીના દિવસે લાખો ભક્તો પહોંચે છે. આ મંદિરનું નામ નાગચંદ્રેશ્વર મંદિર છે, જે ઉજ્જૈનમાં આવેલું છે.

આ એકમાત્ર એવું મંદિર છે કે જેના કપાટ માત્ર નાગ પંચમીના દિવસે જ ખુલે છે અને 24 કલાક ખુલ્લા રહે છે. એવું માનવામાં આવે છે કે માત્ર આ મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિ કુંડળીમાં હાજર કાલસર્પ દોષથી મુક્તિ મેળવે છે. આ મંદિરના કપાટ વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે નાગ પંચમીના દિવસે ખોલવામાં આવે છે. આ મંદિરના કપાટ રાત્રે 12 વાગે ખોલવામાં આવે છે. બીજા દિવસે, રાત્રે 12 વાગ્યે આરતી કર્યા પછી આ મંદિરના કપાટ ફરીથી બંધ કરવામાં આવે છે. આ મંદિરમાં સાપના રાજા તક્ષક રહે છે.

નાગચંદ્રેશ્વર મંદિર શા માટે ખાસ છે?
નાગચંદ્રેશ્વર મંદિર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ત્રીજા માળે છે. જ્યાં નાગચંદ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ એકમાત્ર મંદિર માનવામાં આવે છે જ્યાં ભોલેનાથ ભગવાન શિવ, માતા પાર્વતી અને તેમના સમગ્ર પરિવાર સાથે દસ મુખવાળા સાપના આસન પર બિરાજમાન છે. આ પ્રતિમા લગભગ 11મી સદીની હોવાનું કહેવાય છે.

આ અદ્ભુત પ્રતિમા નેપાળથી આવી છે
એવું કહેવાય છે કે પરમાર રાજા ભોજે 1050 ઈ.સ.માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ સાથે આ અદ્ભુત મૂર્તિ નેપાળથી લાવવામાં આવી હતી. આ પછી આ મંદિરનો જીર્ણોદ્ધાર સિંધિયા પરિવારના મહારાજ રાણોજી સિંધિયા દ્વારા 1732 ઈ.સ.માં કરાવ્યુ હતુ.