સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુક લાગશે સ્ટાઇલિશ

August 10, 2024

સ્ટાઇલિશ દેખાવા યુવતીઓ અનેક પ્રયત્નો કરે છે. બદલાતા ટ્રેન્ડને ફોલો કરે છે. એમાં સ્લીવલેસ ડ્રેસનું ચલણ એવરગ્રીન રહે છે. લોંગ કુરતીથી લઇને શોર્ટ કુરતા અને ટેન્ગ ટોપ જેવા સ્લીવલેસ આઉટફિટ ઇવનિંગ વેર, કેઝ્યુઅલ વેર, ટ્રેડિશનલ વેર, ઓફિસ વેર અને પાર્ટી વેરમાં પહેરવા માટે બેસ્ટ છે. આજે સ્લીવલેસ આઉટફિટ પહેરવા સામાન્ય છે, તેમ છતાં ઘણાં લોકો સ્લીવલેસ ડ્રેસ પહેરવાનું ટાળે છે. અમુક લોકો યોગ્ય રીતે સ્ટાઇલ કરી શકતા નથી. તેથી આજે આપણે સરળતાથી કૅરી કરી શકાય એવી ટિપ્સ અંગે વાત કરીશું. તમે સ્લીવલેસ ડ્રેસને સ્ટાઇલ કરી તમારી સ્ટાઇલ ગેમને અપ ટૂ ડેટ ફેશન ટ્રેન્ડ બનાવી શકશો.

હેવી બાવળા માટે સ્લીવલેસ ડ્રેસ
જેમના બાવળા ભારે હોય છે એટલે કે ફેટનું પ્રમાણ વધારે છે. એવી યુવતીઓ સ્લીવલેસ ડ્રેસ પહેરવાનું અવોયર્ડ કરે છે, એવું ન કરો. તમારામાં કોન્ફિડન્સ હોવો જોઇએ, તો કોઇપણ પ્રકારના લુક અથવા ઓકેઝનમાં સરળતાથી કૅરી કરી શકો છો. એ માટે તમારા ડ્રેસની પેટર્ન કે ડિઝાઇન સાથે મેળખાતી ફેબ્રિક કે ડિઝાઇનનાં શર્ટને કૅરી કરવો જોઇએ. તમે મેક્સી ડ્રેસ પહેરી રહ્યાં હોવ તો શર્ટના ઉપરના બે-ત્રણ બટનને બંધ કરીને તેને ફોલ્ડ કરી શકો છો. તમે શોર્ટ ડ્રેસ પહેરી રહ્યાં હોવ તો ધૂંટણ સુધીની લેન્થનો ઓવરસાઇઝ શર્ટ કે કેપને સ્ટાઇલ કરી શકો છો. શર્ટને ટ્રાય ન કરવો હોય તો કમરથી થોડી ઉપર રહે એવી શોર્ટ કોટી બનાવડાવી શકો અથવા તૈયાર ખરીદી શકો. એકાદ બે વખત આ રીતે સ્લીવલેસ આઉટફિટ ટ્રાય કરશો એટલે તમારો કોન્ફિડન્સ વધી જશે અને પછી તમારે શર્ટ પહેરવાની જરૂર નહીં રહે.

લાંબા દેખાવા સ્લીવલેસ આઉટફિટ
જેમની હાઇટ ઓછી હોય અને લાંબા દેખાવું હોય તો થાઇ હાઇ સિટ કટવાળા ડ્રેસની પસંદગી કરી શકો છો. લુકને પાવરફુલ ટચ આપવા ઇચ્છો છો તો લોન્ગ જેકેટને સ્ટાઇલ કરી શકો છો. લુકને કમ્પ્લીટ કરવા મેચિંગ ક્લચ બેગને સ્ટાઇલ કરી શકો. લુકને સ્ટાઇલિશ બનાવવા ક્લાસિક બ્લેક બુટૂસને કૅરી કરો અથવા હાઇ સ્ટ્રેપ હીલ્સ પણ પહેરી શકો છો. જો તમે જેકેટને સ્ટાઇલ કરી રહ્યાં છો તો અંદર સ્લિટ કટ ડ્રેસની નેક લાઇન માટે ટ્યૂબ સ્ટાઇલ નેક બનાવી શકો છો.

પ્લેન સ્લીવલેસ ડ્રેસને સ્ટેટમેન્ટ લુક
આજકાલ પ્લેન ડ્રેસિસને પહેરવાનો ટ્રેન્ડ છે. પરંતુ પ્લેન લુકને પણ સ્ટેટમેન્ટ આપવું જરૂરી છે, જેથી તમારો લુક કમ્પ્લીટ અને સુપર સ્ટાઇલિશ દેખાશે. એ માટે તમે કમર ઉપર બેલ્ટને કૅરી કરી શકો છો. બેલ્ટ માટે તમને અનેક પ્રકારના ઓપ્શન સરળતાથી મળી જશે. તમે કસ્ટમાઇઝ કરવામાં આવી હોય એ અનુસાર બેલ્ટની પસંદગી કરી શકો છો. પ્લેન લેધર બેલ્ટને પણ કૅરી કરી તમારા લુકને આકર્ષક બનાવી શકો છો.