મકાઈના લોટનું ખીચું

November 25, 2023

સામગ્રી

  • 2 કપ મકાઈનો લોટ
  • 4 કપ પાણી
  • 4 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  • 4 ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ
  • 2 ટી સ્પૂન અજમો
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ જરૂર મુજબ

રીત
સૌપ્રથમ એક નોન સ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખીને સાંતળો. ત્યાર બાદ તેમાં પાણી, મીઠું અને અજમો નાંખીને પાણીને ઉકળવા દો. એક ઉભરો આવે એટલે તેમાં ધીમે-ધીમે મકાઈનો લોટ નાખો. સતત હલાવતા રહો. ગઠ્ઠા ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. દસ મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દેવુ. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. વેલણથી હલાવશો તો વધારે સરળતાથી હલાવી શકશો. લોટ ચઢી જાય એટલે ગેસ બંધ કરીને ગરમા-ગરમ ખીચા પર કાચું તેલ નાંખીને બ્રેકફાસ્ટમાં સર્વ કરો.