ફેશનમાં અપડેટ રહેવા વોર્ડરોબમાં આ જીન્સને કરો સામેલ
July 30, 2024
સુંદર દેખાવું એ દરેક યુવતીનો હક છે, પરંતુ સુંદરતા ત્યારે વધે છે જ્યારે તમારાં પરિધાનો આકર્ષક હોય. ફેશન જગતમાં લાંબી યુવતીઓ માટે અનેક ટ્રેન્ડ આવે છે, પણ જે યુવતીઓની હાઇટ ઓછી હોય તે ફેશનને ફોલો કરતાં પહેલાં અનેક વખત વિચારે છે. જેમની હાઇટ ઓછી છે અને ફેશનને ફોલો કરતા ડરે છે, તેમના માટે આજે આ લેખમાં તમારી ઉપર સૂટ થાય એવા પ્રકારનાં જીન્સ વિશે વાત કરીશું, જે તમારા વોર્ડરોબમાં જરૂર હોવાં જોઇએ.
હાઇ વેસ્ટ સ્કિની જીન્સ
જેમની હાઇટ ઓછી છે અને તે લાંબા દેખાવા ઇચ્છે છે તેમના માટે હાઇ વેસ્ટ સ્કિની જીન્સ બેસ્ટ છે. આ પ્રકારના જીન્સથી ફેશનેબલ પણ લાગશો. આની સાથે ક્રોપ ટોપને પેર કરો. જો તમે હાઇ વેસ્ટ સ્કિની જીન્સ સાથે ક્રોપ ટોપ પેર કર્યું છે, તો તમે કોઇ પણ ઓકેઝન માટે જાતને પરફેક્ટલી રેડી કરી શકો છો. હાઇ વેસ્ટ સ્કિની જીન્સ સાથે હિલ્સ કે શૂઝ ટ્રાય કરવાથી પરફેક્ટ લુક મળશે.
ટૂથપિક જીન્સ
આ પ્રકારનાં જીન્સ સુંદર અને સુપર સ્ટ્રેચેબલ હોય છે. આ જીન્સ ખાસ પ્રકારના ડેનિમમાંથી તૈયાર કરવામાં આવે છે. એમાં કોટન મિક્સ હોય છે, તેથી સ્કિનમાં કોઇ તકલીફ પડતી નથી. આ ખાસ કરીને શોર્ટ હાઇટ ગર્લ્સ માટે જ બનાવવામાં આવે છે. જેમાં તેમની હાઇટ થોડી નોર્મલ લાગે છે. આ પ્રકારનાં જીન્સ તમને ઓનલાઇન કે માર્કેટમાં સરળતાથી મળી જશે.
એન્કલ સ્ટ્રેટ જીન્સ
આજકાલ એડી કરતાં ઊંચી એન્કલ લેન્થ સ્ટ્રેટ જીન્સ ચલણમાં છે. એમાં કર્વ્સ ઉપસેલા દેખાય છે. આ ઓછી હાઇટની યુવતીઓ માટે પરફેક્ટ હોય છે. આ જીન્સમાં ફિગર પણ આકર્ષિત લાગે છે. એન્કલ સ્ટ્રેટ જીન્સ શોર્ટ ટોપ સાથે કૅરી કરો.
સ્કિની ક્રોપ જીન્સ
સ્કિની ક્રોપ જીન્સ ડેનિમમાં એકદમ સ્ટ્રેચેબલ મળે છે. ઉપરાંત આ જીન્સ તમને અનેક રંગોમાં સરળતાથી મળી જશે. આ પ્રકારનાં જીન્સ તમે કોલેજ, ઓફિસ, ડેટિંગ કે શોપિંગમાં દરેક જગ્યાએ પહેરી શકો છો. સ્કિની ક્રોપ જીન્સ આરામદાયક પણ હોય છે. આ ઉપરાંત આ જીન્સ તમારી પર્સનાલિટીમાં ઉમેરો કરે છે.
બૂટકટ જીન્સ
જેમની હાઇટ ઓછી હોય એ સામાન્ય રીતે એવું વિચારતા હોય છે કે, તેઓ ફક્ત સ્કિની જીન્સ જ કૅરી કરી શકે છે, તો એવું નથી. તમારી પાસે અન્ય વિકલ્પ પણ છે. જેમાં એક બૂટકટ જીન્સ છે. આ પ્રકારના જીન્સમાં તમે લાંબા લાગશો. એક વખત જરૂર ટ્રાય કરો.
બેગી જીન્સ
આ જીન્સ બધી યુવતીઓ પર શોભે છે. જેમને ફંકી અથવા ઓવર સાઇઝ કપડાં પહરેવાનું ગમતું હોય તેમના માટે બેગી જીન્સ બેસ્ટ ઓપ્શન છે. આ પ્રકારનાં જીન્સ સાથે ટેંક ટોપ, ટીશર્ટ કે ટોપ કંઇ પણ પહેરી શકો છો. આ ઉપરાંત સ્ટાઇલિશ દેખાવા જીન્સની સાથે ટ્યૂબ ટોપ પણ ટ્રાય કરી શકો છો.
Related Articles
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ્તો?
હાઇ બીપીના દર્દીએ કયા સમયે કરવો જોઇએ નાસ...
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યોર નેઇલ પેઇન્ટ અપનાવો
લાલ, મરુનની બાદબાકી કરી લેટેસ્ટ પેડીક્યો...
Aug 10, 2024
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુક લાગશે સ્ટાઇલિશ
સ્લીવલેસ ડ્રેસને આ રીતે સ્ટાઇલ કરવાથી લુ...
Aug 10, 2024
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ દોષથી મળે મુક્તિ
વર્ષે એક વખત ખુલે મંદિરના દ્વાર,કાલસર્પ...
Aug 07, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Nov 12, 2024