કોરોના વકર્યો, નવા 203 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 3961

June 02, 2025

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે કોરોનાની લેટેસ્ટ અપડેટ શેર કરી છે. જે મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 203 નવા કેસ નોંધાયા. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 3961 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 2 લોકોના કોરોનાથી મોત થયા છે જેમાંથી એક કર્ણાટક અને એક કેરળના દર્દી હતા.

ક્યા રાજ્યમાં કેટલા છે કોરોનાના એક્ટિવ કેસ ? 

  • મહારાષ્ટ્રમાં કોરોનાના 485 કેસ
  • દિલ્હીમાં કોરોનાના 436 કેસ
  • ગુજરાતમાં કોરોનાના 320 કેસ
  • કર્ણાટકમાં કોરોનાના 238 કેસ
  • તમિલનાડુમાં કોરોનાના 199 કેસ
  • યુપીમાં કોરોનાના 149 એક્ટિવ કેસ