કાચા કેળા અને બટાકાની કટલેસ

March 06, 2024

સામગ્રી

  • 400 ગ્રામ કાચા કેળાં
  • 4 નંગ બટાકા
  • 3 ટીસ્પૂન કોર્નફ્લોર કે શિંગોડાનો લોટ
  • મીઠું કે સિંધવ સ્વાદ અનુસાર
  • 2 નંગ બારીક સુધારેલા લીલા મરચાં
  • 1 ઇંચનો ટુકડો આદુ છીણેલું
  • 1/4 ચમચી મરી પાવડર
  • 1 ટીસ્પૂન કોથમીર
  • તેલ તળવા માટે

રીત
કેળાંને સારી રીતે ધોઈ લો અને બંને તરફનાં ડીટાં કાઢી લો. કેળા અને બટાકાને કુકરમાં એક અલગ વાસણમાં વરાળમાં ચઢવો. જો તમે માઇક્રોવેવનો પ્રયોગ કરો છો તો તમે ચાર મિનિટ સુધી તેને તેમાં રાખો. હવે કેળાંની ઉપરનું છોડું કાઢો અને તેને મેશ કરી લો. બટાકાને છોલી લો અને સાથે તેને પણ મેશ કરી લો. એક મોટા વાસણમાં આ બંને મેશ કરેલી ચીજો, મરી, મીઠું, કોથમીરને મિક્સ કરો અને લોટ જેવું ઘટ્ટ બનાવી લો. નોનસ્ટિક કડાઈમાં એક ટીસ્પૂન તેલ ગરમ કરો અને સાથે થોડું મિશ્રણ હાથથી કાઢીને તેના ગોળા બનાવી લો. હથેળીથી તેને દબાવો અને ચપટું કરી લો. ચારપાંચ કટલેસ બનાવો. તેને કડાઈમાં શેકવા રાખો. બંને તરફ ફેરવીને તેને ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર છે કેળાંની કટલેસ.

આ રીતે બનાવો તળેલી કટલેસ
જો તમે તળેલી કટલેસ બનાવવા ઈચ્છો છો તો તમે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પહેલા બનાવેલી કટલેસની ટિક્કીને શિંગોડાના લોટમાં ભેળવીને ડીપ ફ્રાય કરો. તે બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો અને પેપર નેપકિન પર કાઢો જેથી તેનું વધારાનું તેલ શોષાઇ જશે. તૈયાર છે આ ગરમાગરમ અને ટેસ્ટી કટલેસ. તેને તમે દહીં, કોથમીરની ચટણી, ગળી ચટણીની સાથે સર્વ કરી શકો છો.