ચૈત્ર નવરાત્રિમાં શુ ખાવું અને શું નહીં, મળશે માતા દુર્ગાના આશીર્વાદ

April 03, 2024

જ્યોતિષના અનુસાર ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રિની શરૂઆત 9 એપ્રિલથી થવા જઈ રહી છે અને તે 17 એપ્રિલે ખતમ થશે. નવરાત્રિમાં સારા કામ કરાય છે પણ નવરાત્રિમાં ખરમાસના કારણે 5 દિવસ આ કામો કરાશે નહીં. આ તહેવાર માતા દુર્ગાને સમર્પિત છે. આ તેમને પ્રસન્ન કરવાનું પર્વ છે. આ સમયે સાધક શ્રદ્ધાનુસાર વ્રત રાખે છે અને માતાની ઉપાસના કરે છે. આ સમયે માતા દુર્ગાને પ્રસન્ન કરવા વ્રત રાખવાની સાથે તેમની વિશેષ પૂજા કરાય છે. તો જાણી લો વ્રતમાં શું કરવું અને શું નહીં.

શું ખાઈ શકાશે

  • વ્રતમાં ફક્ત શુદ્ધ અને સાત્વિક ભોજનનું સેવન કરવું.
  • વ્રતમાં સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠું ઉપયોગમાં લેવું
  • વ્રતમાં મોરૈયો ખાઈ શકાય છે. તો તમે તેની ખીચડી કે ખીર બનાવી લો.
  • વ્રતમાં સાબુદાણાની ખીચડી તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં.
  • આ સમયે તમે શીંગ, બટાકા, સાબુદાણાની ચિપ્સ અને પાપડનો પણ ઉપયોગ કરી શકો છો.
  • વ્રતમાં કુટ્ટુનો લોટ, સાબુદાણાનો લોટ, શિંગોડાનો અને રાજગરાનો લોટ પણ ખાઈ શકાય છે.
  • આ સિવાય બટાકા, ટામેટા, કોળુ, પાલક, શક્કરિયા, અળવી અને દૂધીનો ઉપયોગ પણ કરી શકાય છે.
  • જીરા પાવડર, એલચી, કાળા મરીનો પાવડર, તજ, લવિંગ, અજમો મસાલામાં ઉપયોગમાં લઈ શકાય છે.
  • આ સિવાય તમે દૂધ અને તેની બનાવટોનું સેવન કરી શકો છો. તેનાથી તમને એનર્જી મળી રહેશે.

વ્રતમાં શું ન ખાવું

  • જો તમે નવરાત્રિના વ્રત કરવાનું વિચારી રહ્યા છો તો ભોજનમાં લસણ અને ડુંગળીનું સેવન ન કરશો.
  • સાધા મીઠાને બદલે સિંધવ મીઠાનો પ્રયોગ કરવો જરૂરી છે.
  • વ્રતમાં ઘઉં અને ચોખાનો ઉપયોગ કરી શકાશે નહીં.
  • આ સાથે દાળ, ઘઉંનો લોટ, મકાઈનો લોટ, રવાનું સેવન કરવું નહીં.