હવન-પૂજન કરતા આ દિશામાં રાખો ચહેરો, મળશે પૂજાનું અપાર ફળ

December 04, 2023

હિંદુ ધર્મમાં હવનનું ખાસ મહત્ત્વ હોય છે. માંગલિક કાર્યોથી લઈને વ્રત, તહેવારમાં પણ ભક્તો હવન કરાવે છે. પણ હવનના કેટલાક નિયમ હોય છે.જેનું પાલન કરવાથી પણ અનેક લાભ મળે છે. વાસ્તુ અનુસાર હવન કરાવવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને તેની સાથે તેનાથી વાતાવરણ પણ શુદ્ધ બને છે. આ સાથે જ સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે પણ હવન કરાવતી સમયે દિશા અને નિયમનું ખાસ ધ્યાન રાખો તે પણ જરૂરી છે.

  • વાસ્તુ અનુસાર હવન કરવા માટે ઘરના અગ્નિ ખૂણા કે દક્ષિણ-પૂર્વ દિશાને સૌથી સારી માનવામાં આવે છે. આ ઘરનો એ ભાગ છે જ્યાં દક્ષિણ અને પૂર્વ દિશાઓ મળે છે. આ સાથે હવન કરનાર વ્યક્તિનું મોઢું દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઈએ.
  • જો તમે યોગ્ય દિશામાં હવન કરો છો કે કરાવો છો તો તેનાથી હવનનું શુભ ફળ મળે છે. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સમસ્યાનો અંત પણ આવે છે.
  • હવન કરાવતી સમયે પૂજાના નિયમનું ધ્યાન રાખો. જેમકે હવનમાં એક અંગૂઠાથી વધારે મોટી સમિધા (હવન કરાવવા વપરાતી લાકડી)નો ઉપયોગ ન કરો અને ન તો તે 10 આંગળી લાંબી હોય. હવનમાં કાળા તલનો પ્રયોગ પણ કરી શકાય છે.
  • હવન કુંડમાં અગ્નિ પ્રજ્જવલિત કરવા માટે લાકડીનો ઉપયોગ કરાય છે. ધ્યાન રાખો કે તેમાં ફક્ત સામાન્ય લાકડીનો ઉપયોગ કરાય. તમે તેના સિવાય ચંદન, પીપળાની લાકડીનો ઉપયોગ પણ કરી શકો છો. લાકડી સાફ હોય અને તેમાં સડો ન હોય તેનું ખાસ ધ્યાન રાખીને હવનમાં ઉપયોગ કરો.
  • હવનમાં અક્ષતનો ઉપયોગ પણ જરૂરી માનવામાં આવે છે. ધ્યાન રાખો કે હવનમાં દેવતાઓને 3 વાર અક્ષત ચઢાવવામાં આવે છે અને પિતૃઓને 1 વાર. તો ઘીનો દીવો દેવતાઓની ડાબી અને તમારી જમણી બાજુએ રાખો.