રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કરશે રામલલ્લાના દર્શન, અયોધ્યામાં ચાંપતો બંદોબસ્ત

May 01, 2024

લોકતંત્રનો પર્વ ચાલી રહ્યો છે. 7 તબક્કામાં મતદાન થવાનું છે. ત્રીજા તબક્કાના મતદાનને લઇને પ્રચાર પ્રસાર તેજ બન્યો છે તેવામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહેલીવાર રામનગરી જવાના છે. તેઓ અહીં લગભગ 4 કલાક રોકાવાના છે. ત્યારે મંદિરમાં કેવી છે તૈયારીઓ શું છે વ્યવસ્થા આવો જાણીએ

રાષ્ટ્રપતિ સૌથી પહેલા હનુમાનગઢી જશે. સાંજે 4.50 કલાકે તેઓ હનુમાનજીની આરતીમાં હાજરી આપશે. આ પછી સાંજે 5.45 કલાકે સરયુ પૂજા અને આરતી કરશે. અહીંથી તેઓ રામજન્મભૂમિ પહોંચ્યા બાદ સાંજે 6.45 કલાકે રામલલાના દર્શન કરશે અને આરતીમાં ભાગ લેશે. સાંજે 7.15 કલાકે કુબેર ટીલાની મુલાકાત લેશે. આ પછી તે એરપોર્ટથી નવી દિલ્હી જવા રવાના થશે.

એરપોર્ટથી અયોધ્યા ધામ સુધી દરેક ખૂણે ભારે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. પોલીસ ઉપરાંત સીઆરપીએફ, આરએએફ, એટીએસ અને પીએસીના જવાનો પણ વિવિધ સ્થળોએ તૈનાત રહેશે.