ભાજપ ધારાસભ્યના પૌત્રએ જીવન ટૂંકાવ્યું : સુસાઇડ નોટમાં લખ્યું- મારા ટેડીબિયરને કોઈ હાથ ન લગાવતા

May 21, 2024

ઈન્દોર : મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના ખિલચીપુરના ભાજપ (BJP) ધારાસભ્ય હજારીલાલ દાંગી (Hajarilal Dangi)ના પૌત્રએ આત્મહત્યા કરી છે. પોલીસને મૃતક પાસેથી બે પેજની સુસાઈડ નોટ મળી આવી છે. જોકે પોલીસ યુવકની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ કરી રહી છે. પૌત્રએ આત્મહત્યા કરી હોવાની માહિતી મળતા જ ધારાસભ્ય સહિત અન્ય પરિવારજનો ઈન્દોર પહોંચ્યા છે. મળતા અહેવાલો મુજબ ધારાસભ્યના 19 વર્ષિય પૌત્ર વિજયે સોમવારે મોડી રાત્રે આત્મહત્યા કરી હતી. તે એક ખાનગી કૉલેજમાં કાયદાકીય અભ્યાસ કરતો હતો. પોલીસને ઘટનાસ્થળેથી બે પેજની સુસાઈડ નોટ મળી છે. જોકે પોલીસે સત્તાવાર કોઈપણ ખુલાસો કર્યો નથી. મૃતકના પિતા બાપૂ લાલ દાંગી બિલ્ડર છે અને તેમની પાસે ખિલચીપુરમાં વારસાગત જમીન સાથે મોટી ખેતી પણ છે. વિજયે સુસાઈડ નોટ લખી માતા-પિતા સહિત પરિવારજનોની માફી માંગે છે અને ભાઈને લખ્યું છે કે, માતા-પિતાનું ધ્યાન રાખજે. આ ઉપરાંત તેણે મિત્રો અંગે પણ ગણી વાતો લખી છે. તેણે મિત્રો દ્વારા મળેલી ભેટનો ઉલ્લેખ કરી લખ્યું છે કે, મારા ટેડીબિયરને કોઈ હાથ ન લગાવતા. જોકે તેણે આત્મહત્યા કરવાનું કોઈપણ સ્પષ્ટ કારણ લખ્યું નથી. વિજયે ઝેરી પદાર્થ ખઈને આત્મહત્યા કરી છે. વિજયે એમ પણ લખ્યું છે કે, હું મારી મરજીથી આત્મહત્યા કરી રહ્યો છું. મારા મૃત્યુ બાદ મારા પરિવારજનોને પરેશાન ન કરતા. હાલ પોલીસે ગુનો નોંધ્યો વધુ તપાસ હાથ ધરી છે.