USA બાદ હવે મોરેશિયસમાં સત્તા પરિવર્તન, PMમોદીએ પાઠવી શુભકામના
November 12, 2024
અમેરિકા બાદ હવે ભારતનો પાડોશી દેશ મોરેશિયસમાં સત્તા પરિવર્તન થવાનું છે. સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન પ્રવિંદ જુગનાથના ગઠબંધન એલ'એલાયન્સ લેપેપને હારનો સામનો કરવો પડ્યો છે. અલાયન્સ ઓફ ચેન્જના નેતા નવીન રામગુલામ (77) હિંદ મહાસાગરના આ દ્વીપસમૂહના આગામી નેતા બનવા જઈ રહ્યા છે. ત્યારે આ અવસરે પીએમ મોદીએ
નવીન રામગુલામ સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીમાં તેમની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ જણાવ્યું કે તેઓ બંને દેશો વચ્ચેની 'વિશેષ અને અનન્ય ભાગીદારી'ને આગળ વધારવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છે.
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, મારા મિત્ર નવીન રામગુલામ સાથે ઉષ્માભરી વાતચીત થઇ અને તેમને ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા. મેં તેમને મોરેશિયસનું નેતૃત્વ કરવામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હું અમારી વિશેષ અને અનન્ય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026