છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી
August 08, 2026
આ વર્ષે મે મહિનામાં લેવાયેલી નીટ-યુજી પરીક્ષાનું પેપર ફૂટી જતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. તપાસ એજન્સી સીબીઆઈએ કોર્ટમાં 94 પાનાની ચાર્જશીટ દાખલ કરીને અનેક ખુલાસા કર્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ ઘટના કોઈ એક-બે વ્યક્તિ દ્વારા આચરવામાં આવી નથી, પરંતુ પરીક્ષાનું આયોજન કરનાર એનટીએના અંદરના લોકો, શિક્ષકો અને અનેક રાજ્યોમાં ફેલાયેલા સિન્ડિકેટ દ્વારા સંગઠિત રીતે આચરવામાં આવી છે. એનટીએ દ્વારા સુરક્ષા આયોજનમાં મોટી ખામી રહી ગઈ હોવાનો પણ ખુલાસો થયો છે, પેપર તૈયાર કરવા અને ભાષાંતર સહિતની કામગીરી જ્યાં થઈ રહી હતી ત્યાં સીસીટીવી દ્વારા યોગ્ય મોનિટરિંગ થયું નહોતું.
બીજી તરફ છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને લઈને મોટું અવલોકન કર્યું છે. લોક સેવા આયોગની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા પૂર્વ આઈએએસ અધિકારીની જામીન અરજી ફગાવતી વખતે હાઇકોર્ટે કહ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક કરાવવા એ હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગુનો છે. પેપર લીક થવાથી લાખો ઉમેદવારોની કારકિર્દી બરબાદ થઈ જાય છે અને સમાજ પર ખૂબ ખરાબ અસર પડે છે. દેશભરમાં પેપર લીક મુદ્દે વિવાદ વચ્ચે કોર્ટે આ અવલોકન સાથે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
સીબીઆઈએ ચાર્જશીટમાં નીટ-યુજી પેપર કઈ રીતે લીક થયું તેની વિગતવાર માહિતી આપી છે. એજન્સીના જણાવ્યા મુજબ પેપર સેટની સમગ્ર કામગીરી ચાર મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થાય છે, જેમાં આઇટમ રાઇટિંગ, મોડરેશન, ચકાસણી અને ભાષાંતરનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કા આઇટમ રાઇટિંગમાં નિષ્ણાતોને બોલાવી સવાલો અને જવાબો રજૂ કરવા કહેવામાં આવે છે, જોકે તેમના સવાલ-જવાબ અંતિમ પેપરમાં સામેલ થશે કે કેમ તે ગુપ્ત રાખવામાં આવે છે. ત્યારબાદ એનટીએ દ્વારા ચાર સેટ તૈયાર કરવા માટે નિષ્ણાતો પાસેથી પ્રશ્નો મંગાવવામાં આવે છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026