પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે મુંબઈમાં આજથી ફરી CNG-PNG મોંઘા થયા, ઓટો-ટેક્સી ભાડાંમાં વધારો
September 01, 2026
મુંબઈ મહાનગર ક્ષેત્રમાં 1 સપ્ટેમ્બરથી રાંધણગેસ અને મુસાફરી બંને મોંઘા થતાં નાગરિકો પર મોંઘવારીનો બેવડો માર પડ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ વધતાં મહાનગર ગેસ (MGL) દ્વારા સીએનજી અને ઘરેલુ પીએનજીમાં વધારો કરવામાં આવ્યો છે. સોમવારે કંપની દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણય બાદ ઓટો-ટેક્સીના લઘુત્તમ ભાડાંમાં પણ વધારો થયો છે અને બંને સુધારા 1 સપ્ટેમ્બરની મધ્યરાત્રિથી લાગુ થઈ ગયા છે.
મહાનગર ગેસે સીએનજીમાં પ્રતિ કિલો 2 રૂપિયા અને ઘરેલુ પાઈપ્ડ ગેસ (પીએનજી)માં પ્રતિ એસસીએમ 1 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજીનો નવો ભાવ 88 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આ નિર્ણયના પરિણામે પાઈપલાઈન ગેસ કનેક્શન ધરાવતા અંદાજે 30 લાખ ઘરેલુ ગ્રાહકોના માસિક બજેટ પર સીધો વધારાનો બોજ પડશે.
આ ભાવવધારાની વ્યાપક અસર મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી, લાતુર અને ધારાશિવ ઉપરાંત કર્ણાટકના ચિત્રદુર્ગ તેમજ દાવણગેરેમાં MGL નેટવર્કમાંથી ગેસ લેતા આશરે 13 લાખ સીએનજી વાહનમાલિકો પર પડશે. આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલા ગેસના ઊંચા ખર્ચને કારણે કંપનીએ આ વધારો ગ્રાહકો પર નાખવો પડ્યો છે.
બીજી તરફ, ઈંધણ ખર્ચ વધતાં મુંબઈ મહાનગર ક્ષેત્રમાં ઓટો રિક્ષાનું લઘુત્તમ ભાડું 27 રૂપિયા અને કાળી-પીળી ટેક્સીનું લઘુત્તમ ભાડું 33 રૂપિયા કરી દેવાયું છે. ક્ષેત્રમાં દોડતી 4.5 લાખથી વધુ રિક્ષા અને 50 હજારથી વધુ ટેક્સીઓ મુખ્યત્વે સીએનજી આધારિત છે. છેલ્લે ફેબ્રુઆરી 2025માં ભાડાં વધારાયા બાદ આશરે 18 મહિનાના અંતરે ફરી આ નવો વધારો અમલમાં આવ્યો છે.
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026