BMCમાં એકલા હાથે ચૂંટણી લડવાની કોંગ્રેસની જાહેરાત, ઠાકરે-પવારને ઝટકો
November 10, 2025
મુંબઈ- મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. રાજ્યમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન(BMC)ની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે જાહેરાત કરી છે કે, બીએમસીની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે.
કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારેનાગપુરમાં સત્તાવાર કહ્યું છે કે, અમારા સ્થાનિક નેતાઓએ અમારી પાર્ટીને એકલા આગળ વધવાની વિનંતી કરી છે. આ અંગે મેં હાઇકમાન્ડને વાત કરી હતી, તો હાઇકમાન્ડે અમને કહ્યું છે કે, સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવે. મુંબઈ કોંગ્રેસમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, એકલા હાથે ચૂંટણી લડવામાં આવે.
કોંગ્રેસે બીએમસીની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કરીને મહાવિકાસ આઘાડી (MVA) ગઠબંધનની ચિંતા વધારી દીધી છે. આ ગઠબંધનમાં કોંગ્રેસની સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી એસપી પાર્ટી સામેલ છે. ઉલ્લેખનીય છે કે, બીએમસીની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, ત્યારે તે પહેલા જ રાજ્યમાં રાજકીય ગરમાવો શરુ થઈ ગયો છે.
કોંગ્રેસના મુંબઈ એકમે 6 નવેમ્બરે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, કોંગ્રેસે બીએમસી ચૂંટણીમાં લડવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારોને અરજી કરવા કહ્યું હતું, જેમાં 1150થી વધુ અરજી આવી છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ વર્ષા ગાયકવાડે ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે.
Related Articles
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ શરૂ કરાઈ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ,...
Nov 12, 2025
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર અથડામણ, ટોપ કમાન્ડર સહિત 6 નકસલી ઠાર, મોટી સંખ્યામાં હથિયાર જપ્ત
છત્તીસગઢ-મહારાષ્ટ્ર બોર્ડર પર અથડામણ, ટો...
Nov 12, 2025
અલ ફલાહ યુનિવર્સિટીની બિલ્ડીંગ નંબર 17માં 13 નંબરનો રુમ..જ્યાં ઘડાયું આતંકવાદી કાવતરુ
અલ ફલાહ યુનિવર્સિટીની બિલ્ડીંગ નંબર 17મ...
Nov 12, 2025
નોઈડાની હોસ્પિટલમાં નિર્માણાધીન દિવાલ થઈ ધરાશાયી, 7 કામદારો દટાયા
નોઈડાની હોસ્પિટલમાં નિર્માણાધીન દિવાલ થઈ...
Nov 12, 2025
દિલ્હી બ્લાસ્ટ મામલે સરકારનો મોટો નિર્ણય, NIAને સોંપી તપાસ
દિલ્હી બ્લાસ્ટ મામલે સરકારનો મોટો નિર્ણય...
Nov 11, 2025
દિલ્હી બ્લાસ્ટ : ધડાકો એટલો શક્તિશાળી હતો કે એક મૃતદેહ વૃક્ષ પર લટકતો મળ્યો !
દિલ્હી બ્લાસ્ટ : ધડાકો એટલો શક્તિશાળી હત...
Nov 11, 2025
Trending NEWS
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025