યુક્રેન પીસ પ્લાન પર સંમતિ, અમેરિકાથી સુરક્ષાની ગેરન્ટી... જાણો EUની ઈમરજન્સી બેઠકમાં શું થયું?
March 03, 2025
બ્રિટિશ પીએમ એ કહ્યું કે, યુરોપિયન નેતાઓ વચ્ચે યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે પીસ પ્લાન પર સંમતિ બની છે, જેને અમેરિકા સામે રજૂ કરવામાં આવશે. EU નેતાઓ વચ્ચે સંમતિ બની છે કે, યુક્રેનની મદદ માટે ડિફેન્સ પર ખર્ચ વધારવો પડશે. બ્રિટિશ પીએમ સ્ટાર્મરે કહ્યું કે, બ્રિટન, યુક્રેન, ફ્રાન્સ અને અન્ય દેશોએ યુક્રેન પીસ પ્લાન માટે એકજૂઠ થવું જોઈએ. આ સમય વાત કરવાનો નથી એક્શન લેવાનો છે. આ સમય આગળ વધીને શાંતિ સ્થાપિત કરવાનો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે બેઠક દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અંગે કહ્યું કે યુક્રેન માટે એક સારો કરાર હોવો મહત્ત્વપૂર્ણ છે કારણ કે, તે આ ખંડના તમામ દેશોની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ, જ્યારે નબળા કરારોએ પુતિનને ફરીથી હુમલો કરવાની તક આપી હતી. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે યુક્રેન વિના યુક્રેન પર કોઈ ચર્ચા ન થવી જોઈએ. અમે એ વાત પર સંમત થયા છીએ કે, બ્રિટન, ફ્રાન્સ અને અન્ય દેશો યુક્રેન સાથે યુદ્ધ રોકવાની યોજના પર કામ કરીશું, જેના પર અમે અમેરિકા સાથે આગળ ચર્ચા કરીશું અને સાથે મળીને કામ કરીશું.
જર્મનનીના ચાન્સેલર ઓલાફ શોલ્જે કહ્યું કે, 'આજની બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનને યુરોપનું સમર્થન બતાવવાની આ એક તક હતી.'
પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે, '50 કરોડ યુરોપિયનો 30 કરોડ અમેરિકન નાગરિકોને વિનંતી કરી રહ્યા છે કે, 14 કરોડ રશિયનોથી અમારી રક્ષા કરો. આનું કારણ એ છે કે આપણને આપણી જાત પર વિશ્વાસ નથી.'
યુરોપિયન કમિશનના અધ્યક્ષે કહ્યું કે, 'આપણે શક્ય તેટલી વહેલી તકે યુરોપને હથિયારબંધ બનાવવું પડશે. આપણે સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણ વધારવું પડશે. યુરોપિયન યુનિયનની સુરક્ષા માટે આ જરૂરી છે. આપણે અત્યારે સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.'
Related Articles
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગતાં ફસાયેલા 27 લોકોના કરૂણ મોત, વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ...
Jul 13, 2026
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્...
Jul 12, 2026
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈર...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026