કર્ણાટક કોંગ્રેસમાં ફરી વિવાદ, શિવકુમારના નજીકના ધારાસભ્યોએ દિલ્હી ધામા નાખ્યા, CM બદલવાની માગ

November 21, 2025

કર્ણાટકની રાજનીતિમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. પાર્ટીમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક સંઘર્ષ હવે ખુલીને સામે આવવા લાગ્યો છે. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના જૂથના 10 ધારાસભ્ય દિલ્હી પહોંચી ગયા છે, જેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ પર રાજ્યમાં ફરીથી પાવર શેરિંગ ફોર્મ્યુલા લાગુ કરવાનું પ્રેશર વધી રહ્યું છે.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના કાર્યકાળના અઢી વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જેનાથી રાજ્યમાં મુખ્યમંત્રી પદના રોટેશન વાળી માગ ફરી એકવાર જોરશોરથી સામે આવી છે. ડીકે શિવકુમારના નજીકના તમામ ધારાસભ્ય ગુરૂવાર બપોરે દિલ્હી માટે રવાના થઈ ગયા હતા. આ પાર્ટીના હાઈકમાન્ડ સાથે મુલાકાતનો પ્રયાસ કરી રહ્યા છે.