માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો
February 15, 2026
માલેગાંવ : માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટીપુ સુલતાનની તસ્વીર વાયરલ થયા બાદ વાતાવરણ તંગ બન્યું હતું. આ વાત બહાર આવતા જ શહેરના અનેક સંગઠનો અને નેતાઓએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. વધતા દબાણ અને તણાવને જોતા આખરે તંત્રએ પીછેહઠ કરવી પડી હતી અને તસવીર હટાવી દેવામાં આવી હતી.
માહિતી મુજબ, શિવસેના સહિત અનેક હિન્દુત્વવાદી સંગઠનો અને કેટલાક કોર્પોરેટરોએ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સંગઠનોનો દાવો હતો કે, સરકારી કચેરીમાં આવી તસવીર લગાવવી યોગ્ય નથી. વિરોધ એટલો વધ્યો કે, મામલો વણસવાની આશંકા ઉભી થઈ હતી. પરિસ્થિતિ બગડે નહીં તે માટે મ્યુનિસિપલ સેક્રેટરીએ ફોટો હટાવવાનો આદેશ આપ્યો હતો. તંત્રનું કહેવું છે કે, વિવાદ ટાળવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે, તસવીર હટાવ્યા બાદ પણ આ મામલો શાંત પડ્યો નથી. આ દરમિયાન વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ માલેગાંવના મેયર નસરીન શેખને ટીપુ સુલતાનનો ફોટો ગિફ્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તસવીર ભેટમાં આપ્યા બાદ હવે નવા વિવાદની ચર્ચાઓ શરૂ થઈ છે.
Related Articles
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026