'કોરોના લૉકડાઉનની અસર ચંદ્ર ઉપર પણ થઇ હતી...' વિજ્ઞાનીઓએ કર્યો ચોંકાવનારો દાવો
September 30, 2024

કોવિડ લોકડાઉન દરમિયાન પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો. હવે વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે તેની અસર ચંદ્ર સુધી જોવા મળી. ભારતીય સંશોધનકર્તાઓએ એક અભ્યાસમાં દાવો કર્યો છે કે એપ્રિલ અને મે દરમિયાન જ્યારે કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતુ તે દરમિયાન ચંદ્રનું તાપમાન પણ સામાન્યથી ઓછું થઈ ગયુ હતું. આ દાવો રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીની સ્ટડીમાં કરવામાં આવ્યો છે.
ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીના કે દુર્ગા પ્રસાદ અને જી આંબિલી 2017થી 2023 દરમિયાન ચંદ્ર પર અલગ-અલગ લોકેશનના તાપમાનની વિગતો એકત્ર કરી. પીઆરએલના ડાયરેક્ટર અનિલ ભારદ્વાજનું કહેવું છે કે તેમના ગ્રૂપે એક ખૂબ મહત્વનું કામ કર્યું છે અને આ એક અલગ શોધ છે. શોધમાં જાણવા મળ્યું કે અન્ય વર્ષોની સરખામણીએ લોકડાઉનના વર્ષમાં સામાન્ય કરતાં 8થી 10 કેલ્વિન તાપમાન ઓછું મળ્યું.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે પૃથ્વી પર માનવીય ગતિવિધિઓ રોકાવાના કારણે રેડિએશન ઓછું થઈ ગયું અને તેની અસર ચંદ્ર પર પણ જોવા મળી. 2020માં ચંદ્ર પર તાપમાન ઓછું થઈ ગયુ હતું. ત્યાં આગળના બે વર્ષોમાં ફરીથી તાપમાન વધી ગયુ કેમ કે પૃથ્વી પર ફરીથી તમામ ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી.
નાસાના લૂનર ઓર્બિટરથી ડેટા લીધા બાદ આ અભ્યાસ કરવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર પ્રસાદે જણાવ્યું કે આ અભ્યાસ માટે સાત વર્ષનો ડેટા લેવામાં આવ્યો. તેમાંથી ત્રણ વર્ષ 2020 પહેલાના અને ત્રણ વર્ષ બાદનો છે. પૃથ્વી પર માનવીય ગતિવિધિઓથી ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન વધી જાય છે. તે બાદ પૃથ્વીના વાતાવરણથી થનાર રેડિએશનના કારણે ચંદ્રના તાપમાન પર પણ અસર પડે છે.
ચંદ્ર પૃથ્વીના રેડિએશનના એમ્પ્લિફાયર તરીકે કામ કરે છે. આ શોધથી આપણે જોઈ શકીએ છીએ કે માનવી કેવી રીતે ચંદ્રના તાપમાનને પણ પ્રભાવિત કરી શકે છે. સોલર એક્ટિવિટી અને સિઝનલ ફ્લક્સ વેરિએશનના કારણે પણ ચંદ્રનું તાપમાન પ્રભાવિત થાય છે. જોકે, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકડાઉન દરમિયાન ચંદ્ર પર પડેલી આ અસર પૃથ્વી પર શાંતિનું જ પરિણામ છે. આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વીના રેડિએશનમાં પરિવર્તન અને ચંદ્રની સપાટી પર થનાર પરિવર્તનની વચ્ચે સંબંધનો અભ્યાસ કરવા માટે વધુ આંકડાની જરૂર પડશે.
Related Articles
Trending NEWS

17 July, 2025

17 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025