ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી
July 18, 2025
વડોદરા- ગંભીરા બ્રિજ તૂટી પડવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. વધુ એક પુલ તૂટવાની ઘટનાથી નારાજગી વ્યક્ત કરતાં હાઇકોર્ટે પુલના ઇન્સ્પેક્શનની કામગીરી પર ધારદાર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે માર્ગ અને મકાન વિભાગની કામગીરી મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે ખાસ કરીને ચોમાસા પહેલા અને પછી પુલનું ઈન્સ્પેક્શન કરવાનું હોવા છતાં આ દુર્ઘટના શા માટે ઘટી તે અંગે સવાલ કર્યો હતો.
રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માફી માંગી હતી. તેમણે કોર્ટને માહિતી આપી હતી કે હાલ તમામ સંબંધિત અધિકારીઓ પાસેથી તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યના માળખાકીય સુવિધાઓના નિરીક્ષણ અને જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાઈકોર્ટની આ કડક ટિપ્પણી બાદ હવે સરકાર પર જવાબદારી અને પારદર્શિતા વધારવા દબાણ વધી ગયું છે.
મહત્ત્વનું છે કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે, જે કેસની આજે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં આજે યોજાયેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલની બેન્ચમાં વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
Related Articles
ગુજરાતમાં 95 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3.70 ઇંચ મેઘમહેર, આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં 95 તાલુકામાં વરસાદ, કપરાડામાં...
Jul 18, 2026
6 કલાકમાં રેલવે ટ્રેક કાપીને દેશનો પહેલો હાઇટેક સ્ટીલ અંડરપાસ બનાવાશે
6 કલાકમાં રેલવે ટ્રેક કાપીને દેશનો પહેલો...
Jul 17, 2026
ધ્રોલ પંથકમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી ન થતાં અરજદાર અકળાયો, અર્ધનગ્ન થઈ વિરોધ
ધ્રોલ પંથકમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહ...
Jul 17, 2026
ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું
ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટ...
Jul 15, 2026
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: 24 કલાકમાં 17 તાલુકાઓમાં હળવો વરસાદ, હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈ સુધીની આગાહી જાહેર
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: 24 કલાકમાં...
Jul 15, 2026
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ જામીન મેળવી છૂટી ગયા
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસ...
Jul 13, 2026
Trending NEWS
18 July, 2026
17 July, 2026
17 July, 2026
17 July, 2026
17 July, 2026
17 July, 2026
17 July, 2026
17 July, 2026
16 July, 2026
16 July, 2026