Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

SC/ST અનામતમાં ક્રિમી લેયર લાગુ કરાશે? સુપ્રીમ કોર્ટની કેન્દ્ર-રાજ્ય સરકારોને નોટિસ

January 12, 2026

સુપ્રીમ કોર્ટે સોમવારે એક જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર તથા તમામ રાજ્ય સરકારોને નોટિસ આપી છે. અરજીમાં SC તથા ST અનામતમાં પણ ક્રિમી લેયર સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.  અશ્વિની ઉપાધ્યાય નામના વકીલે આ અરજી કરી છે. તેમનો તર્ક છે કે SC અને ST વર્ગમાં જે પરિવારની કોઈ એક વ્યક્તિને સરકારી અથવા બંધારણીય પદ મળે, તેમના બાળકોને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે.  અશ્વિની ઉપાધ્યાયનું માનવું છે કે અનામતનો ઉદ્દેશ્ય પછાત વર્ગના લોકોને લાભ પહોંચાડવાનો હતો. પરંતુ વર્તમાન વ્યવસ્થામાં અમુક જ પરિવારની પેઢીઓને તેનો લાભ મળી રહ્યો છે. અનામતનો લાભ તે પરિવારોને નથી મળી રહ્યો છે જે ખરેખર વંચિત છે. પહેલાથી લાભ ઉઠાવી રહેલા પરિવારોને જ વારંવાર અનામતનો લાભ મળે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર તથા રાજ્ય સરકારોને નોટિસ આપી આ મામલે જવાબ માંગ્યો છે.