ત્રણ દિવસમાં 500 કરોડને પાર, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મે મચાવી ધૂમ
June 25, 2025
ઘણીવાર બૉક્સ ઓફિસ પર એવી ફિલ્મો રિલીઝ થતી હોય છે, જે કમાણીના મામલે ઇતિહાસ રચે છે. આ ફિલ્મો જોઈને એવું લાગે છે કે, તે માત્ર રેકોર્ડ બનાવવા જ બની છે. હાલમાં હૉલિવૂડની એક ફિલ્મની બૉક્સ ઓફિસ પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જે રિલીઝ થયા બાદ બૉક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. હાલ અમેરિકા સહિતના દેશોમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ છે, જે બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં રૂપિયા 500 કરોડથી વધારે કમાણી કરી છે. હોલિવૂડની આ ફિલ્મનું નામ છે '28 યર્સ લેટર', જે 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ એક હોરર-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએતો ડેની બોયલે '28 યર્સ લેટર' ફિલ્મને ડિરેક્ટ કરે છે. જોડી મેરી કોમર અને રાલ્ફ ફિએનેસ જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અમેરિકામાં '28 યર્સ લેટર' બૉક્સ ઓફિસ પર રિલીઝ થયા બાદ શરૂઆતના ત્રણ દિવસમાં આ ફિલ્મે 30 મિલિયન ડોલરની કમાણી કરી છે. સાથે ઓવરસીઝથી પણ 30 મિલિયન ડોલરની કમાણી કરી છે. કુલ કમાણીની વાત કરીએ તો ફિલ્મે 60 મિલિયન ડોલરની કમાણી કરી છે. એટલે ભારતીય રૂપિયા પ્રમાણે તેની કિંમત 519 કરોડ રૂપિયા થાય છે. ડેની બોયલ એક બ્રિટિશ ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યૂસર અને સ્ક્રીનરાઈટર છે, તેમનો જન્મ ઈંગ્લેન્ડમાં 20 ઑક્ટોમ્બર 1956ના રોજ થયો હતો. તેમણે હૉલિવૂડની ઘણી હિટ ફિલ્મોને ડિરેક્ટ કરી છે. જેમાંથી એક ફિલ્મ '28 ડેઝ લેટર' (2002) છે જે ઝોમ્બી હોરર ફિલ્મ છે. તેમની બીજી ફિલ્મોની વાત કરીએ તો 'ટ્રેનસ્પૉટિંગ' (1996), 'સ્લમડૉગ મિલિયનેર' (2008), અને '127 હાઉર્સ' (2010) ને પણ ડિરેક્ટ કરી છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
હિન્દી બાદ બંગાળી, મરાઠી અને તેલુગુ દેશમાં સૌથી વધ...
29 April, 2026
પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ, આતંકી ષડયં...
29 April, 2026
વડાપ્રધાન મોદીના હસ્તે 4000 કરોડના વિકાસકાર્યોનું...
29 April, 2026
ભારત-રશિયા વચ્ચે ખાતર ક્ષેત્રે ઐતિહાસિક કરાર: રશિય...
29 April, 2026
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા ડીઝલમાં આલ્કોહોલ અને ગેસમા...
29 April, 2026
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026