હવે યુદ્ધ જીત્યાની જાહેરાત કરી સંઘર્ષનો અંત લાવો, ઈરાનના પૂર્વ વિદેશ મંત્રીએ આપી ફોર્મુલા
April 03, 2026
અફેર્સ'માં પ્રકાશિત એક લેખમાં ઝરીફે તર્ક આપ્યો છે કે, ઈરાને હવે જીતની જાહેરાત કરવી જોઈએ અને એક એવા કરાર તરફ આગળ વધવું જોઈએ જે આ યુદ્ધને સમાપ્ત કરે અને ભવિષ્યના સંઘર્ષોને પણ અટકાવે.
ઝરીફે સૂચન કર્યું છે કે ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદાઓ લગાવી દેવી જોઈએ અને વિશ્વના સૌથી મહત્ત્વના ક્રૂડ ઓઇલ જળ માર્ગ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'ને ફરીથી ખોલવાનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. તેના બદલામાં ઈરાને પોતાના
પર લાગેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગ કરવી જોઈએ. ઝરીફનું માનવું છે કે અમેરિકાએ ભલે પહેલા આ સોદો ન સ્વીકાર્યો હોય, પરંતુ વર્તમાન યુદ્ધની ભયાનકતાને જોતાં હવે તે તેને સ્વીકારી શકે છે.
નોંધનીય છે કે, જવાદ ઝરીફને આંતરરાષ્ટ્રીય વ્યૂહનીતિના નિષ્ણાત માનવામાં આવે છે. આ યુદ્ધ અટકાવવા તેમણે ઈરાન માટે એક વિગતવાર રૂપરેખા તૈયાર કરી છે. ઝરીફે અમેરિકા અને ઈરાન વચ્ચે પરસ્પર અનાક્રમણ કરારનો પ્રસ્તાવ
મૂક્યો છે. આ અંતર્ગત બંને દેશો ભવિષ્યમાં એકબીજા પર હુમલો ન કરવાની ઔપચારિક પ્રતિજ્ઞા લેશે. તેમણે ઈરાનને સૂચન કર્યું છે કે, અમેરિકા સાથે આર્થિક સંવાદ અને વેપારના દ્વાર ખોલવા જોઈએ. આ માત્ર બંને દેશોના લોકો માટે
ફાયદાકારક જ નહીં હોય, પરંતુ દાયકાઓ જૂના અવિશ્વાસને ઘટાડવામાં પણ મદદ કરશે. ઝરીફના જણાવ્યા અનુસાર, આ કરારોથી ઈરાનના નેતૃત્વને વિદેશી દુશ્મનોથી બચાવવાને બદલે પોતાના નાગરિકોના જીવનધોરણને સુધારવા અને
દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાનને મળશે 25 અબજ ડોલર: જાણો કેવી હશે US-ઈરાન પીસ ડીલ
હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાનને મળશે 25 અબ...
Jun 14, 2026
બુર્ખા વિરૂદ્ધ દેખાવો કરનારી મહિલાઓ પર તાલિબાનોનો ગોળીબાર : બાળક સહિત બેના મોત
બુર્ખા વિરૂદ્ધ દેખાવો કરનારી મહિલાઓ પર ત...
Jun 12, 2026
ટ્રમ્પ નરમ પડ્યા ! ઈરાન પર હુમલાની યોજના ટાળી, કહ્યું- ‘ટૂંક સમયમાં ડીલની જાહેરાત કરીશું’
ટ્રમ્પ નરમ પડ્યા ! ઈરાન પર હુમલાની યોજના...
Jun 12, 2026
અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાનો આરોપ લગાવી અમેરિકાએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી, ઈરાને પણ વળતો જવાબ આપ્યો
અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યાનો આરોપ લગાવ...
Jun 10, 2026
પાકિસ્તાની સેના દ્વારા હવાઈ સરહદનું ઉલ્લંઘન, અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કરતાં 11 માસૂમ બાળકો સહિત 13 લોકોના મોત
પાકિસ્તાની સેના દ્વારા હવાઈ સરહદનું ઉલ્લ...
Jun 10, 2026
અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10 દિવસમાં ઇન્ટરવ્યૂ માટે યુએસ સરકારે શરૂ કર્યો નવો પ્લાન
અમેરિકાના વિઝા હવે ફટાફટ મળશે! માત્ર 10...
Jun 09, 2026
Trending NEWS
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026
12 June, 2026