દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી
June 11, 2025
મુંબઇ: દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી. દીપિકાના પિતા પ્રકાશ પદુકોણ બેડમિન્ટન લિજન્ડ ગણાય છે. વાસ્તવમાં દીપિકાની પહેલી ઓળખ જ પ્રકાશ પદુકોણની પુત્રી તરીકેની છે. દીપિકાએ પિતા સાથે મળીને આ સ્કૂલ લોન્ચ કરી છે. પ્રકાશ પદુકોણ જ અહીં બેડમિન્ટનની તાલીમ આપવાના છે. દીપિકાએ આ ક્ષણે ગર્વ સાથે જણાવ્યું હતું કે જે લોકો બેડમિન્ટન રમીને મોટા થયા છે તેમને જ ખબર છે કે આ રમત કેટલી ખાસ છે. મારો પોતાનો પણ અંગત અનુભવ છે કે આ રમતે મારી જિંદગીનું ખાસ રીતે ઘડતર કર્યું છે. મારા પિતા આ વયે પણ પોતાનો મોટાભાગનો સમય બેડમિન્ટનમાં જ પસાર કરે છે. અમે ઈચ્છીએ છીએ આ રમત થકી કેળવાતી શિસ્ત અને ફિટનેસનો લાભ અન્ય લોકોને પણ મળે. દીપિકા અત્યારે કારકિર્દીમાં જુદાં કારણોસર ચર્ચામાં છે. તેણે હાલમાં જ સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' કામના કલાકો બાબતે છોડી દીધી છે. મર્યાદિત સમય માટે જ કામ કરવાની દીપિકાની પહેલને ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ટેકો આપ્યો છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
હિન્દી બાદ બંગાળી, મરાઠી અને તેલુગુ દેશમાં સૌથી વધ...
29 April, 2026
પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ, આતંકી ષડયં...
29 April, 2026
વડાપ્રધાન મોદીના હસ્તે 4000 કરોડના વિકાસકાર્યોનું...
29 April, 2026
ભારત-રશિયા વચ્ચે ખાતર ક્ષેત્રે ઐતિહાસિક કરાર: રશિય...
29 April, 2026
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા ડીઝલમાં આલ્કોહોલ અને ગેસમા...
29 April, 2026
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026