દિલ્હીની કોર્ટે લાલુ યાદવ, તેજ પ્રતાપને મોકલ્યા સમન્સ

February 25, 2025

દિલ્હીની એક અદાલતે ગુરુવારે RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને પુત્રી હેમા યાદવને લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સમન્સ જારી કર્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે હાઈ-પ્રોફાઈલ લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અંતિમ ચાર્જશીટની નોંધ લીધી છે.

કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેમની પુત્રી હેમા યાદવ અને પુત્ર તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કરીને 11 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલા દિલ્હીની કોર્ટે પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદને જમીન-નોકરી કૌભાંડમાં સમન્સ પાઠવ્યા હતા. દિલ્હી કોર્ટે લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવ અને પુત્રી હેમા યાદવને પણ નોકરી કૌભાંડ મામલે સમન્સ પાઠવ્યા છે.