દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
September 02, 2026
દિલ્હીના ચર્ચિત કશ્મીરી ગેટ બસ સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મહત્વના ફોરેન્સિક પુરાવા મળ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે ઘટના સમયે બસમાં લાગેલો CCTV કેમેરા બંધ હોવાથી આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. જોકે ફોરેન્સિક ટીમને બસમાંથી પીડિતા અને બંને આરોપીઓના ફિંગરપ્રિન્ટ મળ્યા છે, જેનાથી હાજરીની પુષ્ટિ થઈ છે અને પોલીસ ટૂંક સમયમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે.
આ મામલો 4 ઓગસ્ટનો છે, જ્યારે એક કિશોરી નોઈડાના પરી ચોક વિસ્તારથી આ બસમાં લિફ્ટ લઈને બેઠી હતી. ત્યારબાદ બસમાં તેની સાથે સામૂહિક દુષ્કર્મની શરમજનક ઘટનાને અંજામ અપાયો હતો. ઘટના બહાર આવતાં પોલીસે તપાસ ઝડપી બનાવી સમગ્ર બસની ઊંડાણપૂર્વક ફોરેન્સિક તપાસ કરાવી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે બસનો CCTV કેમેરા બંધ પડ્યો હતો, તેથી કોઈ વીડિયો પુરાવો રેકોર્ડ થયો નહોતો. પોલીસનું માનવું છે કે આરોપીઓને પહેલેથી ખબર હતી કે કેમેરા ખરાબ છે અને તેમણે તેનો લાભ લીધો હતો. ફૂટેજ ન મળવા છતાં અન્ય મજબૂત પુરાવા મળ્યા છે. ફોરેન્સિક ટીમે અંદરના ભાગમાંથી સેમ્પલ લીધા હતા, પીડિતા અને બંને આરોપીઓની ફિંગરપ્રિન્ટ મળતાં હાજરી સાબિત થઈ છે.
આ ઉપરાંત પોલીસે ડ્રાઈવર કુલદીપ અને કંડક્ટર સંદીપના કપડાં જપ્ત કર્યા છે અને બસની સીટો અને સ્ટીયરીંગ વ્હીલ પરથી સેમ્પલ એકત્ર કર્યા છે, જેની તપાસ ચાલી રહી છે. સૌથી મહત્વનો DNA રિપોર્ટ બાકી છે, તે આવ્યા બાદ ભૂમિકા સ્પષ્ટ થશે અને તમામ પુરાવા બાદ મજબૂત ચાર્જશીટ રજૂ થશે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026