DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamlinerની થશે તપાસ

June 13, 2025

અમદાવાદમાં ગઈકાલે (12 જૂને) એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ આજે નવા આદેશ જાહેર કરી, બોઈંગના તમામ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક બનાવી દીધી છે. અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-એઆઈ-171 ટેકઓફ થતાની સાથે જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયા બાદ ડીજીસીએએ આ નિર્દેશ જાહેર કર્યો છે.

એરલાઈન્સ ફ્લાઈટના સંચાલન પહેલા તેની વિશેષ તપાસ કરે

ડીજીસીએએ એર ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે, એરલાઈન્સ તેની તમામ ફાઈટોનું ઉડ્ડન કરે તે પહેલા તેની વિશેષ તપાસ પ્રક્રિયા 15 જૂન-2025થી ફરજિયાત લાગુ કરે. ડીજીસીએએ ઉડ્ડયન પહેલા અનેક મહત્ત્વની ટેકનીકલ તપાસ જેમ કે ફ્યૂલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જીન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન, ઑઈલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમ સહિતની સિસ્ટમ પર વિશેષ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.