Breaking News :

રશિયાથી ઓઇલ ખરીદ્યું તો 500 ટકા ટેરિફ લગાવીશું, અમેરિકાના નેતાની ખુલ્લી ધમકી, બિલ લાવવાની તૈયારી

July 02, 2025

અમેરિકાએ ભારત અને ચીન સહિત રશિયા સાથે વેપાર કરતા દેશોને મોટો ફટકો આપવાની તૈયારી કરી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટ બિલ રજૂ કરવાને મંજૂરી આપી છે, જેમાં રશિયા સાથે વેપાર ચાલુ રાખતા દેશો પર 500% ટેરિફ લાદવાની જોગવાઈ છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટ બિલ રજૂ કરવાને મંજૂરી આપી છે, જેમાં રશિયા સાથે વેપાર ચાલુ રાખતા દેશો પર 500% ટેરિફ લાદવાની જોગવાઈ છે. યુએસ સેનેટર લિન્ડસ ગ્રેહામે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવતા આ નિર્ણયની પુષ્ટિ કરતા કહ્યું છે કે, 'જો તમે રશિયા સાથે વેપાર કરો છો અને યુક્રેનની મદદ નથી કરી રહ્યા તો અમેરિકામાં નિકાસ કરવામાં આવતા તમારા સમાન પર 500% ટેરિફ લગાવવામાં આવશે. ભારત અને ચીન તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પાસેથી 70% તેલ ખરીદે છે. જે તેમના યુદ્ધ મશીનને ચાલુ રાખવામાં મદદ કરે છે. જો તેઓ આ બંધ નહીં કરે તો અમેરિકા તેના પર ભારે ટેરિફ લગાવશે.' એવું માનવામાં આવે છે કે આ બિલ ઓગસ્ટમાં રજૂ થઈ શકે છે. આ બિલ માર્ચમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું, પરંતુ વ્હાઇટ હાઉસે વિરોધનો સંકેત આપ્યા બાદ તેને અટકાવી દેવામાં આવ્યું હતું. જો આવું થાય છે, તો તે રશિયાને આર્થિક રીતે અલગ પાડવાના અમેરિકાના પ્રયાસમાં એક મોટું પગલું માનવામાં આવે છે. જો આ બિલ પાસ થાય છે, તો તેની ભારત અને ચીન પર ગંભીર અસર પડી શકે છે. કારણ કે આ બંને દેશો ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદારો છે. અમેરિકાના આ પગલાથી ભારત માટે ફાર્માસ્યુટિકલ્સ, કાપડ અને આઇટી સેવાઓ જેવી નિકાસ પર ટેરિફનું જોખમ પણ ઊભું થાય છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલ થવા જઈ રહી છે ત્યારે અમેરિકા દ્વારા આ બિલ પર ચર્ચા થઈ રહી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે મંગળવારે જણાવ્યું હતું કે ટ્રેડ ડીલ ખૂબ નજીક છે. જ્યારે ભારતીય પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનમાં યુએસ અધિકારીઓ સાથે સતત ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કે મુખ્ય કૃષિ માંગણીઓને લઈને બંને દેશો વચ્ચે વેપાર કરારની વાટાઘાટો અટકી ગઈ હતી.