ધરા ધ્રૂજી: અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ
October 27, 2024
અમરેલી : સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તેની તીવ્રતા 3.7 નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, ધારીથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. જેની પુષ્ટિ ગાંધીનગર સિસ્મોલોજિ ડિપાર્ટમેન્ટે કરી છે. રાજકોટના જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તાર, અમરેલી શહેર સહિત આસપાસના સાવરકુંડલા, ધારી, ચલાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડી સેકન્ડ માટે અવાજની સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોરદાર ભૂકંપનો આંચકો આવતા સાવરકુંડલાના મીતીયાળા, ધજડી, સાકરપરા, તાતણીયા સહિતના ગામો ધણધણી ઊઠ્યા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘર અને દુકાનોની બહાર દોડી આવ્યા હતા. જણાવી દઈએ કે, એકથી દોઢ દાયકામાં આ પ્રકારનો ભૂકંપનો આંચકો આ વિસ્તારમાં નથી આવ્યો.
ખાંભાના તાતણીયા ગામે ભૂકંપનો આચકો આવતા લોકો ઘરની બહાર ભાગ્યા હતા. તાતણીયા ગામે હીરાના કારખાનામાં ભૂકંપના આંચકાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભૂકંપનો આંચકો આવ્યા બાદ હીરાના કારખાનેદારો બહાર ભાગતા નજરે પડી રહ્યા છે.
સિનિયર સિસ્મોલોજિસ્ટે સંતોષકુમાર કહ્યું કે, 'જાનહાનિ કે કોઈ નુકસાની થઈ નથી. ભુકંપના અનેક કારણો હોય છે. ભારે વરસાદને કારણે પણ ભુકંપ આવ્યો હોવાની શક્યતા હોઈ શકે. સાથે જ કોઈ સેક્શન એક્ટિવ હોવાના કારણે ભુકંપ આવ્યો હોઈ શકે છે. હજુ આફ્ટર શોક પણ આવી શકે છે. આ મેગ્નિટ્યૂડમાં કોઈ નુકસાનની શક્યતા નથી.'
Related Articles
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર બે શખસોની ધરપકડ
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવ...
May 02, 2026
'સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી...'• જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ
'સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી...'•...
May 01, 2026
તાલાલામાં બહુમતીની બબાલ: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને લેવડાવ્યા ઇષ્ટદેવના સોગંદ
તાલાલામાં બહુમતીની બબાલ: પક્ષપલટો રોકવા...
May 01, 2026
કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ
કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આર...
May 01, 2026
સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો
સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મા...
Apr 29, 2026
હિંમતનગર પાસે બસે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કારને ટક્કર મારી, 6 મુસાફરોનાં કમકમાટીભર્યા મોત
હિંમતનગર પાસે બસે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુ...
Apr 29, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026