Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ

May 09, 2026

જામ સલાયા : 7-8 મેની રાત્રે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાસે ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર થયેલા ડ્રોન હુમલા અંગે મહત્ત્વના અપડેટ્સ સામે આવ્યા છે. ભારતીય ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ 'અલ ફૈઝ નૂર સુલેમાની' પર થયેલા હુમલા અંગે ખાનગી ચેનલ  સાથે વાત કરતાં ઇન્ડિયન સેલિંગ વેસલ્સ ઍસોસિએશનના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ભારતીય જહાજ 'અલ ફૈઝ નૂર સુલેમાની' દુબઈથી યમન જઈ રહ્યું હતું. 07-08 મે 2026ની મધ્યરાત્રિએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાસે પહોંચતી વખતે તે 'ક્રોસફાયર'માં ફસાઈ ગયું હતું. આ હુમલો કોણે કર્યો તે અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
ઉપલબ્ધ માહિતી મુજબ, 7-8 મેની મધ્યરાત્રિએ ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ડ્રોન દ્વારા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. તે રાત્રે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અનેક હુમલા અને વળતા હુમલા થઈ રહ્યા હતા, કારણ કે તે સમયે 3 અમેરિકન યુદ્ધ જહાજો આ સ્ટ્રેટ પસાર કરી રહ્યા હતા. હુમલા સમયે જહાજ પર 18 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ હુમલામાં ભારતીય નાવિક અલ્તાફ તલાબ કેરનું મોત થયું હતું, જ્યારે 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા. તમામ 4 ઘાયલોને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ હૉસ્પિટલમાં છે. એક ભારતીય ક્રૂ મેમ્બરનો હાથ ભાંગી ગયો છે, બીજાને દાઢી પર કોઈ તીક્ષ્ણ વસ્તુ વાગી છે, જ્યારે અન્ય બે સભ્યો નજીવી રીતે દાઝી ગયા છે.
મૃત્યુ પામનાર નાવિક ગુજરાતના દ્વારકાના જામ સલાયા વિસ્તારના રહેવાસી છે. તેમના પત્ની આજે દ્વારકા પહોંચ્યા હતા. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ ઍસોસિએશનના જનરલ સેક્રેટરી એડમ ભાયાએ જણાવ્યું કે અમે ભારતીય વાણિજ્ય દૂતાવાસને પત્ર લખીને મૃતક નાવિકના અંતિમ સંસ્કાર સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ માંગી છે. પીડિત પરિવાર નક્કી કરશે કે તેઓ દુબઈમાં અંતિમ સંસ્કાર કરવા માંગે છે કે મૃતદેહને ભારત પરત લાવવા માંગે છે.