અમરાવતી જિલ્લામાં કાર ટ્રક પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બન્યા
June 28, 2026
અમરાવતી : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પર કાર અને કન્ટેનગર વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. રસ્તા પર ઉભેલી કન્ટેનગર પાછળ ફુલ સ્પીડે આવી રહેલી કાર ઘૂસી જતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. રિપોર્ટ મુજબ હાઈવે પર કન્ટેનગર કિનારા પર ઉભું હતું. આ દરમિયાન પાછળથી કારે ભયંકર ટક્કર મારતા કારનો ખુરદો બોલાઈ ગયો છે.
પ્રાથમિક તપાસ મુજબ, તમામ મૃતકો ચંદ્રપુર જિલ્લાના રહેવાસી હતા અને તેઓ પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અકોલા જઈ રહ્યા હતા. અકસ્માતમાં આખા પરિવારની ખુશીઓ ક્ષણવારમાં ઉજડી ગઈ છે. મૃતકોમાં ભાસ્કર જીવને (57 વર્ષ), મહાદેવ જીવને (42 વર્ષ), આરતી જીવને (40 વર્ષ), લતા જીવને (43 વર્ષ) અને કૃષ્ણા જીવને (12 વર્ષ) સામેલ છે.
ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, પુરઝડપે દોડી રહેલી કાર કન્ટેનરની પાછળ ભયંકર રીતે ટકરાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, જેમાં કોઈની બચવાની સંભાવન ન હતી. ઘટનની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા, જોકે ડૉક્ટરોએ પાંચેયને મૃત જાહેર કર્યા હતા.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026