PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
May 09, 2026
પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં 9 મે, 2026ની તારીખ સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં પીએમ મોદીએ બંગાળની જનતાનું જે રીતે અભિવાદન કર્યું, તેણે વર્ષ 2014ની યાદો તાજી કરી દીધી છે.
બંગાળમાં લાંબા સમય સુધી ડાબેરી પક્ષો અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું શાસન રહ્યું છે. જોકે, વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં પ્રથમવાર ભાજપની સત્તા સ્થાપી છે. શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પ્રસંગે આખા બંગાળમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ મંચ પર પહોંચીને અત્યંત શ્રદ્ધાપૂર્વક અને નતમસ્તક થઈને બંગાળની જનતાને પ્રણામ કર્યા હતા.
પીએમ મોદીની નતમસ્તક થવાની આ શૈલીએ વર્ષ 2014ના એ દ્રશ્યોની યાદ અપાવી, જ્યારે તેઓ લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર સંસદ ભવન પહોંચ્યા હતા. તે સમયે તેમણે લોકશાહીના મંદિર સંસદ ભવનને આવી જ રીતે પગથિયા પર માથું ટેકવીને નમન કર્યા હતા. તે જ રીતે, નવી સંસદના ઉદ્ઘાટન વખતે 'સેંગોલ'ની સ્થાપના સમયે પણ તેમણે નમ્રતા સાથે પ્રણામ કર્યા હતા. હવે બંગાળમાં મળેલા ઐતિહાસિક જનાદેશ બદલ આભાર વ્યક્ત કરવા તેમણે ફરી એકવાર જનતા સામે શિશ ઝુકાવ્યું છે.
Related Articles
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026