વડોદરામાં 19 દિવસ સુધી ધમકાવી માતા અને પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી 1.53 કરોડ પડાવી લીધા
August 30, 2026
વોટ્સએપ પર સી.બી.આઇ.ના લેટરપેડ તથા સાઇન થયેલા લેટર મોકલી ધમકાવાયા
વડોદરા : વડોદરામાં રહેતા માતા અને પુત્રને ડિજિટલ એરેસ્ટ કરી સતત 19 દિવસ સુધી ધમકાવીને આરોપીઓએ 1.53 કરોડની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. આરોપીઓએ પોતાની ઓળખ સાયબર ક્રાઇમ મુંબઇના સબ ઇન્સપેક્ટર તથા આઇ.પી.એસ. સી.બી.આઇ. તરીકે આોળખ આપી હતી.
વડોદરામાં રહેતા દેવેન્દ્રભાઇએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું મારી માતા સાથે રહું છું. મારી માતાના અલગ -અલગ પાંચ બેન્ક એકાઉન્ટ છે. ગત 31મી જુલાઇએ સવારે એક અજાણ્યા વ્યક્તિએ મારી માતાને કોલ કરી ક્રેડિટ કાર્ડથી વાત શરૂ કરી હતી. ત્યારબાદ મારી મમ્મીએ મને ફોન આપી દીધો હતો. મેં એવો જવાબ આપ્યો કે,અમારા પિતાના નામે કોઇ ક્રેડિટ કાર્ડ નથી. મેં મારો મોબાઇલ નંબર તેને આપ્યો હતો. થોડા સમય પછી મારા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં સબ ઇન્સપેક્ટર મુંબઇ પોલીસ તરીકેનો ઉલ્લેખ હતો. ત્યારબાદ અમને પોલીસ યુનિફોર્મમાં વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે સુનિલકુમાર સાયબર ક્રાઇમ મુંબઇ પોલીસ હોવાનું જણાવી મારા પિતાના આધાર કાર્ડનો નંબર માગતા મેં નંબર આપ્યો હતો.ત્યારબાદ મારા આધાર કાર્ડનો નંબર માગતા મેં આપતા તેમણે ચેક કરવાનો ડોળ કરીને કહ્યું કે, તમારી વિરદ્ધ મનિ લોન્ડરિંગનો કેસ છે. તમે સામેથી ઇન્કવાયરી કરવા માગતા હોય તો તમારી ઇન્કવાયરી ચાલુ કરીએ.
તા.3થી 12મી ઓગસ્ટની વચ્ચે રોજ તેઓનો મેસેજ આવ્યો હતો કે, તમે વીડિયો કોલ ચાલુ કરો. તેમના કહેવા મુજબ મે મારા અને મારી માતના બેન્ક એકાઉન્ટમાંથી કુલ 1.53 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાન મારા પિતાના મિત્ર મહેતા અંકલ મળ્યા હતા. તેઓને સઘળી હકીકત જણાવતા તેઓએ આ સાયબર ફ્રોડ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, આરોપીએ વોટ્સએપ પર સી.બી.આઇ.ના લેટરપેડ તથા સાઇન થયેલા લેટર મોકલી જણાવ્યું હતું કે, તમે શંકાસ્પદ વ્યક્તિ છો. તમારા બેન્ક એકાઉન્ટ અને તમામ એસેટની તપાસ કરવામાં આવશે. તમને એરેસ્ટ કરવા પડશે. પરંતુ, તમે સામેથી ઇન્કવાયરી માંગેલી અને તમારી ઇજ્જત સચવાઇ જાય એટલે તમારી ઓનલાઇન ઇન્કવાયરી ચાલુ કરીએ છે. તેમની વાતોમાં આવીને મેં તમામ બેન્ક એકાઉન્ટ, એફ.ડી., મ્યુચલ ફંડ, મકાન અને ફ્લેટની માહિતી આપી હતી.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026