દિલજીતની નાગરિકતા જ રદ કરો: હાનિયા આમિર અંગે વિવાદ બાદ FWICEની માંગ
June 24, 2025
પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી તેણે પોતાની ફિલ્મ 'સરદાર જી 3'ના ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમીરને બતાવી છે, ત્યારથી લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. હવે ફિલ્મની સાથે-સાથે સિંગર અને મેકર્સ પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન સિને એમ્પલૉઇઝ (FWICE)એ એક પ્રેસ સીલિઝ જાહેર કરી છે, જેમાં તેણે દિલજીત દોસાંજ સાથે ફિલ્મ 'સરદાર જી 3'ના મેકર્સ પર હંમેશા માટે પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ એક લેટર લખવામાં આવ્યો કે સિંગરનો પાસપોર્ટ સીઝ કરી હંમેશા માટે ભારતીય નાગરિકતા રદ કરી દેવામાં આવે. FWICEએ પોતાની પ્રેસ રીલિઝમાં લખ્યું, 'અમે એક્ટર-સિંગર દિલજીત દોસાંજ, ગુણબીર સિંહ સિદ્ધુ, મનમોડ સિદ્ધુ અને ડિરેક્ટર અમર હુંદલ સામે નિંદા કરી અને આક્રોશ વ્યક્ત કરીએ છીએ. જેણે પોતાની આવનારી ફિલ્મ સરદાર જી 3 માટે પાકિસ્તાન એક્ટ્રેસ હાનિયા આમિર ખાનને ફિલ્મમાં કાસ્ટ કરી તેણે ઈન્ડિય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું અપમાન કર્યું છે અને રાષ્ટ્રીય ભાવનાનું પણ સન્માન નથી કર્યું.' FWICEએ વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવને અપીલ કરી કે તેઓ દિલજીત અને ફિલ્મ મેકર્સ સામે કોઈપણ વિલંબ કર્યા વિના કડક કાર્યવાહી કરે. તેમનો ભારતીય પાસપોર્ટ કોઈપણ વિલંબ કર્યા વિના રદ કરવામાં આવે અને તેમને ભારતીય નાગરિકતા અને રાષ્ટ્રીય ઓળખ સંબંધિત કોઈપણ અધિકારો, વિશેષાધિકારો અથવા પ્રતિનિધિત્વનો લાભ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવે. ફેડરેશને હાનિયા આમીરના કાસ્ટિંગને પણ ખોટો નિર્ણય ગણાવ્યો. તેમણે લખ્યું કે, 'જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું ત્યારે હાનિયાએ ભારતીય સેના અને દેશ વિરુદ્ધ ઘણું કહ્યું હતું. કોઈપણ ભારતીય ફિલ્મમાં તેમની હાજરી દેશના શહીદો અથવા શહીદોના પરિવારો માટે શરમજનક છે.' FWICEએ તેની પ્રેસ રીલિઝમાં તમામ ભારતીય OTT પ્લેટફોર્મ્સને દિલજીત દોસાંઝ સાથેના તેમના બધા સંબંધો તોડી નાખવાની અપીલ પણ કરી છે. માત્ર OTT જ નહીં, બધા ફિલ્મ મેકર્સ અને ફિલ્મ ફેડરેશનોએ દિલજીત સાથે કામ ન કરવું જોઈએ કારણ કે તેણે દુશ્મન સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
હિન્દી બાદ બંગાળી, મરાઠી અને તેલુગુ દેશમાં સૌથી વધ...
29 April, 2026
પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ, આતંકી ષડયં...
29 April, 2026
વડાપ્રધાન મોદીના હસ્તે 4000 કરોડના વિકાસકાર્યોનું...
29 April, 2026
ભારત-રશિયા વચ્ચે ખાતર ક્ષેત્રે ઐતિહાસિક કરાર: રશિય...
29 April, 2026
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા ડીઝલમાં આલ્કોહોલ અને ગેસમા...
29 April, 2026
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026