ડોનાલ્ડ ટ્રમ્પ કરશે મોટુ એલાન : 24 કલાકમાં અમેરિકા લેશે ઐતિહાસિક નિર્ણય

May 12, 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી એકબાદ એક મહત્વના નિર્ણયોથી લોકોને ચોંકાવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર તેઓ મહત્વનો નિર્ણય લેવાના છે તેવી જાણકારી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ફરી એકવાર એક મોટા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આ આદેશ અંગે ઉત્સુકતા વધી રહી છે, કારણ કે ટ્રમ્પે આ વિશે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

તેમણે લખ્યું છે કે તેઓ આગામી 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી પોસ્ટ પોસ્ટ કરશે. "સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી" સત્ય જે ક્યારેય બહાર આવ્યું નથી. સાથે જ લખ્યુ છે કે આવતીકાલે સવારે 9 કલાકે હું મહત્વપૂર્ણ ઓર્ડર પર સાઇન કરવા જઇ રહ્યો છું. જે વિશ્વના ઇતિહાસમાં પહેલીવાર હશે.

આ પોસ્ટ પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી કે તેઓ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે, જે તેમના દાવો મુજબ દવાના ભાવમાં 'લગભગ તાત્કાલિક' 80 ટકા સુધીનો ઘટાડો થઇ જશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સોમવારે સવારે હસ્તાક્ષર થનારા આ આદેશથી "સૌથી વધુ પસંદગી પામેલા રાષ્ટ્ર" નીતિ સ્થાપિત થશે જેના હેઠળ અમેરિકા અન્ય દેશો દ્વારા ચૂકવવામાં આવતા સૌથી ઓછા દરે દવાઓ ખરીદશે.