પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે તબાહી, 178 ના મોત, 198 ઘાયલ

July 19, 2025

પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પુરમની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પાકિસ્તાનમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આ કારણે હજારો લોકોના મોત નિપજ્યા છે અને 400 થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના NDMAએ શુક્રવારે આ સબંધિત એક નિવેદન જાહેર કર્યું છે. 

મળતી માહિતી પ્રમાણે NDMAએ પોતાના નિવેદનમાં જે આંડકાઓ જાહેર કર્યા છે તે ચોંકાવનારા છે. પાકિસ્તાનના NDMAના કહ્યા પ્રમાણે આ વર્ષે 26 જુનથી 17 જુલાઈ વચ્ચે સમગ્ર દેશમાં ભારે વરસાદ અને વરસાદ સબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 178 લોકોના મોત થયા છે અને 491 લોકો ઘાયલ થયા છે. 

પાકિસ્તાનમાં 26 જૂનથી વરસી રહેલા સતત વરસાદ અને તેને કારણે આવેલા અચાનક પૂરને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ પૂર અને વરસાદના કારણે પાકિસ્તાનના જુદા-જુદા વિસ્તારોમાં ઓછામાં ઓછા 116 લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાન 253 લોકો ઘાયલ પણ થયા છે. આ જાણકારી મંગળવારે પાકિસ્તાનના NDMAએ આપી હતી. હાલના રિપોર્ટ પ્રમાણે ગયા 24 કલાક દરમિયાન વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 5 અન્ય લોકોના મોત નિપજ્યા છે અને 41 લોકો ઘાયલ થયા છે.