ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની અટકાયત
July 12, 2026
અમરેલી : અમરેલી, ગીર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સિંહ પજવણીની ઘટનાના વીડિયો પ્રકાશમાં આવતા હોય છે. આ સાથે વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારોમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ દ્વારા ગેરકાયદે પ્રવેશ કરીને વીડિયો ઉતારતા હોય છે અને પછી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કરતાં હોય છે. આમ, સિંહની પજવણી કરનારા સામે ગીર (પૂર્વ) વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જેમાં વન વિભાગની જસાધાર રેન્જની ટીમ દ્વારા સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયોના આધારે વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની અટકાયત કરી છે.
મળતી માહિતી મુજબ, ગીર (પૂર્વ) વન વિભાગની ટીમે સિંહોની પજવણીને લઈને છેલ્લા 15થી 20 દિવસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વિવિધ સોશિયલ મીડિયા માધ્યમ પર તપાસ હાથ ધરી હતી. આમ, સિંહ પજવણીના વીડિયો બનાવવા, વન્યજીવોને હેરાનગતિ પહોંચાડવી સહિતની ઘટનાને આધારે વન વિભાગની ટીમે સ્થાનિક પોલીસની મદદથી વેરાવળ અને પ્રભાસ પાટણ કુલ 8 શખસોની અટકાયત કરી વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
- અટકાયત કરાયેલા શખસોના નામ
પંજા મોહમદ અમીનભાઈ
બ્લોચ અયાઝ અનવર
સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા
કાજી ફારૂકનાઝ હુસૈન ઝાકીરહુસૈન
કાલવત ઝેનુલ આબેદીન મહમદ
ભાદરકા સોહિલ સુલેમાન
મહમદજાબીલ અબુલ કાલાવાણીયા
ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026