'આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના તીખા પ્રહાર
May 20, 2026
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ‘મેલોડી’ ટૉફી મામલાને લઈને શાબ્દિક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'આર્થિક તોફાન માથા પર છે, અને આપણા વડાપ્રધાન ઈટાલીમાં ટૉફી વહેંચી રહ્યા છે.' તેમણે કહ્યું કે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ પરેશાન છે, જ્યારે વડાપ્રધાન 'હસીને રીલ બનાવી રહ્યા છે' અને ભાજપના નેતાઓ તાળીઓ પાડી રહ્યા છે. રાહુલ ગાંધીએ તેને 'નેતૃત્વ નહીં, નાટક' ગણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ખાસ ‘મેલોડી’ ટૉફી ગિફ્ટ કરી. મેલોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માટે પીએમ મોદીનો આભાર માન્યો. ત્યારબાદ ‘મેલોડી’ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું.
કૉંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ મહિનામાં દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે જે પગલાં ભરવા જોઈતા હતા, તે ન ભર્યા. તેનાથી ઉલટું, તેઓ મેલોનીજી સાથે ટૉફી ખાઈ રહ્યા છે અને વીડિયો બનાવી રહ્યા છે, જાણે બધું મજાક ચાલી રહ્યું હોય. પછી જ્યારે આર્થિક તોફાન આવશે, ગરીબોને નુકસાન થશે, ખેડૂતોને ખાતર નહીં મળે, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવા લાગશે અને મોંઘવારી વધશે, ત્યારે મોદી હાથ જોડીને કહેશે- ભાઈઓ અને બહેનો, જો મારી ભૂલ હોય તો મને ફાંસી પર લટકાવી દો.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસની વિદેશ યાત્રાના છેલ્લા પડાવમાં ઈટાલીના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની માટે ટૉફીનું એક પેકેટ ગિફ્ટ કર્યું, જેનું નામ મેલોડી છે. એવું લાગ્યું કે આ તે બંને નેતાઓ માટે ઓનલાઈન ખૂબ જ ઉપયોગમાં લેવાતા વાઈરલ હેશટેગ '#Melodi' તરફ એક રમુજી ઈશારો હતો.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026