યુપીની 10 ઉત્તરાખંડની 1 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર : 16 ઓક્ટોબરે મતદાન, સાંજે પરિણામ
September 22, 2026
ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશની 10 અને ઉત્તરાખંડની 1 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. તમામ 11 બેઠકો માટે 16 ઓક્ટોબરે મતદાન થશે અને તે જ દિવસે સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશની 10 બેઠકોના વર્તમાન સભ્યોનો કાર્યકાળ 25 નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો હોવાથી ચૂંટણી યોજાઈ રહી છે.
યુપીની 10 બેઠકોમાંથી હાલમાં 8 ભાજપ, 1 સમાજવાદી પાર્ટી અને 1 બસપા પાસે છે. કાર્યકાળ પૂર્ણ કરનારા સભ્યોમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, પૂર્વ ડીજીપી બ્રજલાલ, સીમા દ્વિવેદી, નીરજ શેખર, ગીતા શાક્યા, અરૂણ સિંહ, બી.એલ. વર્મા, રામગોપાલ યાદવ અને રામજી ગૌતમનો સમાવેશ થાય છે. દિનેશ શર્માએ અંદમાન-નિકોબારના એલજી બન્યા બાદ રાજીનામું આપતાં એક બેઠક ખાલી છે.
યુપી વિધાનસભાની 403 બેઠકોમાંથી 6 ધારાસભ્યોના નિધન બાદ 397 ધારાસભ્યો મતદાન કરશે. એક રાજ્યસભા બેઠક માટે આશરે 37 પ્રથમ પસંદગીના મતો જરૂરી રહેશે. બસપા પાસે એક પણ ધારાસભ્ય ન હોવાથી વર્તમાન સાંસદનો કાર્યકાળ પૂરો થતાં રાજ્યસભામાં તેનું પ્રતિનિધિત્વ પણ શૂન્ય થશે.
સંખ્યાબળ મુજબ સમાજવાદી પાર્ટી પાસે 101 ધારાસભ્યો હોવાથી તે 2 બેઠકો માટે જરૂરી મત મેળવી શકે છે અને વધારાના મત પણ રહેશે. ભાજપ પાસે પોતાના 256 અને સહયોગી પક્ષોના 33 મળીને 289 ધારાસભ્યો છે. આ સંખ્યાબળના આધારે ભાજપ 7 બેઠકો માટે જરૂરી મતો મેળવી શકે છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026