કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર ભડક્યાં ઈલોન મસ્ક, ભારતીય મૂળના વ્યક્તિનું થયું હતું દુઃખદ મોત
December 29, 2025
કેનેડામાં ભારતીય મૂળના 44 વર્ષીય પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલમાં આઠ કલાક સુધી સારવારની રાહ જોયા બાદ કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. આ દુઃખદ ઘટના બાદ ટેસ્લાના CEO ઈલોન મસ્કે કેનેડાની હેલ્થકેર સિસ્ટમની આકરી ટીકા કરી છે અને સરકારી મેડિકલ સેવાઓની સરખામણી ધીમી અને બેદરકાર સરકારી કચેરીઓ સાથે કરી છે.
ત્રણ બાળકોના પિતા, પ્રશાંત શ્રીકુમારને 22 ડિસેમ્બરે કામ દરમિયાન છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. એક ક્લાયન્ટ તેમને તાત્કાલિક એડમન્ટનના ગ્રે નન્સ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેમનો ECG કરવામાં આવ્યો અને દર્દશામક દવા (ટાયલેનોલ) આપીને રાહ જોવા માટે કહેવામાં આવ્યું.
પ્રશાંતે વારંવાર તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હોવા છતાં, હોસ્પિટલના સ્ટાફે કથિત રીતે કહ્યું કે કંઈપણ ગંભીર નથી. લગભગ આઠ કલાક સુધી પીડામાં તરફડ્યા બાદ, આખરે જ્યારે તેમને ઈમરજન્સી સારવાર માટે લઈ જવામાં આવ્યા, ત્યારે તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને થોડી જ સેકન્ડોમાં તેમનું મૃત્યુ થઈ ગયું.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર લખ્યું, "જ્યારે સરકાર મેડિકલ કેરનું સંચાલન કરે છે, ત્યારે તે DMV જેટલી જ સારી હોય છે." અહીં DMV (ડિપાર્ટમેન્ટ ઓફ મોટર વ્હીકલ) નો ઉલ્લેખ કરીને મસ્કે કટાક્ષ કર્યો હતો. અમેરિકામાં લોકો વારંવાર DMVની ધીમી અને બેદરકારીભરી કામગીરીની ટીકા કરે છે, જે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી જેવી સેવાઓ સંભાળે છે.
આ ઘટના બાદ પ્રશાંતની પત્નીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાના પતિના મૃતદેહ પાસે ઉભી રહીને રડી રહી હતી અને કહી રહી હતી કે, "ખરેખર, ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલના વહીવટીતંત્ર અને સ્ટાફે મારા પતિને સમયસર તબીબી સહાય ન આપીને મારી નાખ્યા છે."
આ ઘટના બાદ, કેનેડિયન સ્વાસ્થ્ય અધિકારીઓએ ગોપનીયતાની ચિંતાઓને કારણે દર્દીની સંભાળની વિગતો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, તેમણે પુષ્ટિ કરી છે કે આ મામલાને સમીક્ષા માટે ચીફ મેડિકલ એક્ઝામિનરની ઓફિસમાં મોકલવામાં આવ્યો છે.
હોસ્પિટલનું સંચાલન કરતી સંસ્થા 'કોવેનન્ટ હેલ્થ' એ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને એક નિવેદનમાં કહ્યું છે, "અમે દર્દીના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારા દર્દીઓ અને સ્ટાફની સુરક્ષા અને સંભાળથી વધુ મહત્વનું કંઈ નથી."
Related Articles
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહ...
Jan 07, 2026
ટોરોન્ટો યુનિવર્સિટી નજીક ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત, જાણો મામલો
ટોરોન્ટો યુનિવર્સિટી નજીક ગોળીબારમાં 20...
Dec 26, 2025
કેનેડા, અમેરિકા, અને બ્રિટનમાં H3N1નો કહેર, સૌથી વધુ દર્દીઓ 19 વર્ષથી નાની વયના
કેનેડા, અમેરિકા, અને બ્રિટનમાં H3N1નો ક...
Dec 20, 2025
કેનેડામાં પાંચ ગુજરાતીની ધરપકડ, એમેઝોનનું રૂ. 17 કરોડનું ફૂલેકું ફેરવ્યું
કેનેડામાં પાંચ ગુજરાતીની ધરપકડ, એમેઝોનનુ...
Dec 18, 2025
કેનેડા-અલાસ્કા ની સરહદે 7.0ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીની આશંકાને પગલે લોકો ભયભીત
કેનેડા-અલાસ્કા ની સરહદે 7.0ની તીવ્રતાનો...
Dec 08, 2025
કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને એક જ ગામના પાંચ લોકો સાથે છેતરપિંડી
કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને એક જ ગા...
Nov 30, 2025
Trending NEWS
07 January, 2026
07 January, 2026
07 January, 2026
07 January, 2026
07 January, 2026
07 January, 2026
07 January, 2026
06 January, 2026
06 January, 2026
06 January, 2026